“૧૫૦થી૨૦૦ જેટલા ડોક્ટરો વિરોધ પ્રદર્શનમાં જોડાઈને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું” મેડીકલ એસોસિએશન દિલ્હી હેડ કોટર દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલ અંતર્ગત મોરબી ખાતે તારીખ 18 6 2021 ના રોજ ડોક્ટર હોય રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાઇ ને વિરોધ પ્રદર્શન કર્યું છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે મોરબી ખાતે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈ.એમ.એ.) દિલ્હી હેડ કવાટર્સના માર્ગદર્શન મુજબ રાષ્ટ્ર વ્યાપી વિરોધ પ્રદર્શન હેઠળ મોરબી આઈ.એમ.એ. દ્વારા ડોકટરો તથા આરોગ્ય કર્મીઓ ઉપર થતા હુમલાના બનાવો મામલે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં બચાવનારને બચાવો કાર્યક્રમ હેઠળ ૧૫૦ થી ૨૦૦ જેટલા ડોકટરોએ શાંતિપૂર્વક વિરોધ દર્શાવવા કાળી રીબીન ધારણ કરી આજે સમગ્ર દિવસ દરમિયાન દર્દીઓની સારવાર કરી હતી. આઈ.એમ.એ. હોલ ખાતે ડોકટરો પર હુમલાના વિરોધમાં પ્લેકાર્ડ, પોસ્ટર-બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી IMAનાં પ્રમુખ ડૉ. વિજય ગઢીયા, ડૉ. અશ્વિન બુદ્ધદેવ, ડૉ. હસમુખ સવસાણી, ડૉ. દેવિના અખાણી, ડૉ. ભાવિન ગામી, ડૉ. અલ્પેશ ફેફર, ડૉ. જયદિપ કાચરોલા, ડૉ. ચિરાગ અઘારા ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત IMA દ્વારા વડાપ્રધાનને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ડોક્ટરો અને આરોગ્ય કર્મીઓ ઉપર થતા હુમલા અટકાવવા માટે સખત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે જે તસવીરમાં નજરે પડે છે રિપોર્ટર:ઔતમ ધામેચા
![](https://nariaawaj.co.in/wp-content/uploads/2024/09/cropped-logo-150x150.jpg)
admin
Average Rating
5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%
Next Post
*મોરબી ખાતે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા કાળી પટ્ટી સાથે વિરોધ પ્રદર્શન કરી હડતાલ*
Sat Jun 19 , 2021
“૧૫૦થી૨૦૦ જેટલા ડોક્ટરો વિરોધ પ્રદર્શનમાં જોડાઈને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું” મેડીકલ એસોસિએશન દિલ્હી હેડ કોટર દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલ અંતર્ગત મોરબી ખાતે તારીખ 18 6 2021 ના રોજ ડોક્ટર હોય રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાઇ ને વિરોધ પ્રદર્શન કર્યું છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે મોરબી ખાતે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈ.એમ.એ.) […]