સુરતના ઉધના પોલીસના બાતમીદાર યુવાનની ચપ્પુનાં ત્રણ થી ચાર ઘા ઝીંકી હત્યા કરેલી લાશ મળી આવવાની ઘટના મામલે પોલીસને સફળતા મળી છે. પોલીસે બાતમીદાર યુવાનની હત્યા માટે તેની સોપારી લેનાર કતારગામના 17 વર્ષીય તરુણ સહિત ત્રણ તરુણની અટકાયત અને ત્રણ યુવાનની ધરપકડ કરી છે. બાતમીદારની હત્યા માટે દક્ષિણ આફ્રિકાથી સોપારી આપ્યાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો હતો. શુક્રવારે સવારે સુરતના પ્રભુનગર વિસ્તારમાં હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. પટેલનગર નજીક શિવનગરમાં રહેતો અને રીક્ષા ચલાવતો તેમજ વિજિલન્સ અને ઉધના પોલીસના બાતમીદાર તરીકે કામ કરતો 22 વર્ષીય વિશાલ ઉર્ફે બાબુ ગણપતભાઈ પવાર ગુરુવારે રાત્રે 1 વાગ્યે પટેલનગર શૌચાલય સામે કમ્પાઉન્ડમાં રીક્ષામાં સુઈ ગયો હતો. જો કે, રાત્રી દરમિયાન કોઈકે તેને ગળાના ભાગે અને હાથના ભાગે ચપ્પુનાં ત્રણ થી ચાર ઘા મારી દીધા હતા. તે તરફડીયા મારતો રીક્ષાની બહાર આવ્યો હતો અને ઇલેક્ટ્રોનિક્સની દુકાનની બહાર તેણે દમ તોડી દીધો હતો.
Average Rating
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ