Nari Aawaj

News Website

Month: January 2023

0 0
1 min read

જસદણ ખાતે સેન્ડી કંપનીના ડિસ્ટ્રીબ્યુટર્સ એવા રઘુવીર ઈલેક્ટ્રીક દ્વારા વેપારી મિત્રોનું ભવ્ય સ્નેહમિલન યોજાયું…. ………………………………………….. જસદણ ખાતે સેન્ડી હોમ એપ્લાયન્સ કંપની. જે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની ખ્યાતનામો કંપનીમાની એક કંપની છે. જેમાં સેન્ડી કંપની દ્વારા એર કુલર, સીલીંગ ફેન, ઇન્ડક્શન, મિક્ચર, ટોસ્ટર, બ્લેન્ડર વગેરે જેવી વિશાળ શ્રેણીમાં ઈલેક્ટ્રીક આઈટમો બનાવતી કંપની છે અને આ કંપનીના જસદણ ડિસ્ટ્રીબ્યુટર્સ રઘુવીર ઇલેક્ટ્રીકસના માલિક રજનીભાઈ અંબાણી, જયદીપભાઈ અંબાણી, ધનવીન અંબાણી દ્વારા જસદણ ખાતે આવેલ શ્યામકુંજ હોલમાં જસદણ – વિછીયા તાલુકાના અને અન્ય તાલુકાના વિશાળ સંખ્યામાં વેપારી મિત્રો આવેલ હતા અને આ કંપનીના ફાઉન્ડર અને ચેરમેનશ્રી સરદાર હરિસિંહ અને કંપનીના કર્મચારીશ્રી મહેશભાઈ, ગોપાલસિંગ, હસમુખભાઈ, વિનુભાઈ હાજર રહ્યા હતા અને કંપની વિશે માહિતી અને માર્ગદર્શન આપેલું હતું. કંપનીના કાર્યક્રમો બાદ હાસ્ય કલાકાર ઉમેશ રાવ દ્વારા હાસ્યની રમઝટ બોલાવવામાં આવેલી હતી અને કંપનીના વિવિધ આઈટમોનું ડિસ્પ્લે રાખવામાં આવેલ હતું અને કાર્યક્રમના અંતે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી અને આ કાર્યક્રમનું સ્ટેજ સંચાલન મનીષભાઈ મજેઠીયા અને એડવોકેટ – પ્રકાશ પ્રજાપતી દ્વારા કરવામાં આવેલ.