ભાવનગર_સમાચાર રવિવારે રક્ષાબંધનનું પર્વ છે.શ્રાવણી પૂનમ બળેવ અને રક્ષાબંધન પર્વ તરીકે ઉજવાય છે. સુતરના તાંતણે ભાઇ બહેનનો પ્રેમ બંધાશે.વ્હાલા વીરાને કાંડે રાખડી બાંધવા બહેનડીઓ રાખડીની ખરીદીમાં લાગી પડી છે.રાખડીની બજારોમાં ભાત ભાતની ને જાત જાતની અવનવી રાખડીઓનું આગમન થઇ ચુકયુ છે. એક સમયે વાદળીવાળી રંગબેરંગી મોટી રાખડીઓનો જમાનો હતો. પરંતુ હવે મોતી, રૂદ્રાક્ષથી મઢેલી નાની રાખડીઓનો ક્રેઝ વધ્યો છે