મોરબી ખાતે નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત સાર્થક વિદ્યામંદિરમાં ત્રી-દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રથમ દિવસે વિવિધ વિડીયો દ્વારા આ નીતિનો પ્રાથમિક પરિચય,માહિતી તેમજ પ્રશ્નોતરી ગોઠવવામાં આવેલ હતું. તેમજ દ્વિતીય દિવસે મોરબી જીલ્લા શિક્ષણાધિકારી શ્રી બી.એમ.સોલંકીની ઉપસ્થીતિમાં ગુલાબરાય જોબનાપુત્રા સાહેબે(શિક્ષણના કાયદા અંગેના પુસ્તકોના લેખક શિક્ષણવીદ તેમજ પરામર્શક) નું વક્તવ્ય આપ્યું હતું. અને તૃતીય દિવસે “નવી શિક્ષણ નીતિના પરિપ્રેક્ષ્યમાં શિક્ષકોની ભૂમિકા” વિષય પર ડૉ.અતુલ ઉનાગર (આસિસ્ટન્ટ પ્રોફેસર, સંસ્કૃત વિભાગ ગુજ.યુનિ.) ના માર્ગદશનનું વિદ્યાભારતી દ્વારા આયોજન કરવામાં આવેલું. જેનું સીધુ પ્રસારણ અહીં સાર્થક વિદ્યામંદિર ખાતે પણ કરવામાં આવેલું હતું.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ