પારડી નજીકના બ્રિજ પર જીવતા લટકતાં વીજ વાયર કોઈનો ભોગ લેશે ! સંબંધિત તંત્ર જાગે તે જરૂરી રાજકોટ નજીકના શાપર વેરાવળ પહેલા આવેલા પારડી ગામના બ્રિજ પર નેશનલ હાઇવે ઓથોરિટી તંત્રની બેદરકારીને લીધે પુલ પરની લાઇટના લાઇટના જીવઆ વાયરો જોખમી રીતે લટકતાં હોવાથી આ પુલ ઉપર તેમજ પુલ નીચે આવન-જાવન કરતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. તો અનેક વખત રજુઆત કરવા છતાં લાગતું વળગતું તંત્ર જાડી ચામડીનું સાબિત થતું હોવાનું પ્રજામાં આક્ષેપ છે. જો લાગતા વળગતા સત્તાધીશોને આ વાયર રીપેર નહીં કરે તો આગામી દિવસોમાં અહીં પસાર થતા વાહનો સાથે ગંભીર અકસ્માત થવાનો ભય સેવાઈ રહ્યો છે. જાગૃત માણસો એવી પણ ફરિયાદ કરી છે હાલના દિવસોમાં પુલ ઉપર લટકી રહેલા આ વીજવાયરોમાં વીજ પ્રવાહ ચાલુ હોવાથી જો કોઈ મોટું વાહન પસાર થશે તો શોક સર્કિટના બનાવો બનવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. શોક સર્કિટનો કોઈ ગંભીર અકસ્માત બને તે પહેલા નેશનલ હાઇવે ઓથોરિટી તંત્રના લાગતા વળગતા સત્તાધીશોને જો પુલ પર લટકતા વીજ વાયર સમારે તેવી પ્રજા માંગ થઇ છે. તસવીર મિલન મહેતા શાપર વેરાવળ
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ