સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત સહિત દેશભરમાં સંવિધાનની 71 મી રાષ્ટ્રીય સંવિધાન નિમિત્તે કાર્યક્રમો યોજાયા હતા વર્તમાન સમય માં સંવિધાન નું મહત્વ એ વિષય પર સમતા ફોઉન્ડેશન-મોરબી દ્વારા વર્ચ્યુલ વકૃત્વ સ્પર્ધા આયોજન કરેલ હતું તેના ઇનામ વિતરણ કાર્યક્રમ માં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ગીરીશભાઈ સરૈયા સાહેબે ખાસ ઉપસ્થિતિ આપી વિજેતાઓ ને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ ની શરૂઆત સંવિધાન રચયિતા ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફૂલ હાર કરી હતી. આ તકે ભારતીય સંવિધાનના આમુખ નું વાંચન કરી ભારતીય નાગરિક તરીકે સંવિધાન નું પાલન કરવાના શપથ લેવા માં આવ્યા હતા. યોજાયેલ સ્પર્ધા માં કુલ ૨૮ લોકો એ ભાગ લીધેલ હતો જેમાંથી ત્રણ વિજેતાઓ ને જાહેર કરવા માં આવ્યા હતા જેમાં પ્રથમ ક્રમાંક મિથુન વાલજીભાઈ રાણવા દ્વિતીય ક્રમાંક ધ્રુવીલ વિરલભાઈ જાનાણી અને તૃતીય ક્રમાંક પર સત્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજા રહયા હતા… સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા સમતા ફોઉન્ડેશન ના તમામ હોદેદારો કાર્યકરો સભ્યો સોશિયલ ડિસ્ટન્સ સાથે સરકારની ગાઈડલાઈન્સ મુજબ જહેમત ઉઠાવી હતી.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ