અમદાવાદ શહેર વિસ્તારમાં ખુલ્યું આધુનિક સીનેમા..
અમદાવાદના રીલીફ રોડ પર તારીખ ૮ ફેબ્રુઆરી ૧૯૫૨ ના રોજ સ્થપાયેલ જુના રૂપમ સીનેમાને આજે ૮ ફેબ્રુઆરી ૨૦૨૦( ૬૮ વર્ષે ) ડીજીટલ ડોલ્બી, રિક્લાઇન બેઠકો, સંપુર્ણ વાતાનુકુલિત અને વિશાળ પાર્કિંગ સહિત ની ખાસ ડીઝાઇન સાથે નવીનીકરણ કરી ખુલ્લું મુકાયું….
ખીસ્સાને પરવડે તેવા માત્ર ૧૦૦/- રૂપિયાના આકર્ષક દરે આજથી આપની ગમતી ફીલ્મો રૂપમ લક્ષ્મી સીનેમામાં જોઇ શકશો..
૧૦૪ સીટોની ક્ષમતા ધરાવતા રૂપમ સીનેમા ખાતે પોપકોર્ન, પેપ્સી, સમોસા જેવા હાઇજેનીક ફુડનો ભાવ પણ માત્ર ૫૦/- રૂપિયા ફીક્ષ રાખવામાં આવ્યો છે..ટુંક સમયમાં બીજો સ્ક્રીન પણ શરૂ કરવામાં આવશે તેમ રૂપમ એન્ટરટાઇનમેન્ટના શ્રી વંદન શાહે જણાવ્યું હતું..
એક જમાનામાં રૂપાલી, રૂપમ, એડવાન્સ, રીલીફ જેવા આલીશાન સીનેમાઓથી ધમધમતો શહેરનો કોટ વિસ્તાર આ સીનેમાઓ બંધ થઇ જતાં સુષ્ક લાગતો હતો.. પરંતુ સમય સાથે કદમ મિલાવી રૂપમ સિનેમાએ આધુનીકરણ કરી ફરી શરૂ કરતાં કોટ વિસ્તારમાં રહેતા પ્રેક્ષકોમાં આનંદની લાગણી છવાઈ છે..
શહેરમાં રહેતા સીનેમા શોખીનો માટે આ એક આનંદના સમાચાર છે..



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ