મોરબી ખાતે રામધન આશ્રમ દ્વારા મહેમુદ શાહ બુખારી ના પદયાત્રીઓને આવકારી ફુલહાર થી કરાયુસન્માન
“કૌમિ એકતા ના દર્શન”
મોરબી ખાતે સૌપ્રથમ વખત રામધન આશ્રમ દ્વારા મોરબી થી ભડીયાદ જતા પદયાત્રીઓને કોમી એકતાના પ્રતીક આવકાર સાથે ફુલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું છે મોરબીના જેન્યુન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા છેલ્લા ચાર વર્ષથી હઝરત મહેમુદશાહ બુખારી દરગાહ શરીફ ઉર્સ મુબારક પ્રસંગે દર વર્ષે પદયાત્રીઓ દ્વારા મોરબી થી મેદની મોટી સંખ્યામાં નીકળે છે જેમાં આ વર્ષે સૌપ્રથમ વખત કોમી એકતાના પ્રતીક મહેન્દ્ર નગર ખાતેના રામધન આશ્રમ દ્વારા કોમી એકતાના પ્રતીક હિન્દુ મુસ્લિમોની એકતાના દર્શન કરવામાં આવ્યા હોય તેમ તે પદયાત્રીઓ શ્રદ્ધાળુ નું સ્વાગત કરી આવકાર સાથે ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં રામધન આશ્રમ ના માતુશ્રી ભાવેશ્વરી માતા ની તબિયત નાજુક હોવા છતાં તેના સુદ વિચારો સાથે એકતાના પ્રતીક કાર્ય કરી પદયાત્રીઓ નું ભાવભેર સન્માન કર્યું હતું જેમાં મહંતો ભક્તો અને આશ્રમના સેવક મુકેશભાઈ સહિત વિગેરે ઝુલુસ શરીફની મેદનીમાં નિશાંત શરીફ સાથે નીકળેલા તમામ પદયાત્રીઓને ઠંડા પાણી શરબત અને ફુલહારથી સ્વાગત કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેમાં જેન્યુન ફાઉન્ડેશન સંસ્થા ના પ્રમુખ આરિફ ભાઇ બ્લોચ માતાશ્રી ભાવેશ્વરી માનુ આભાર વ્યક્ત કર્યું હતું મોટા મનના માનવીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકસાથે આ કોમી એકતાના દર્શન કર્યા હતા



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ