Nari Aawaj

News Website

પાલનપુર ખાતે સાંસદશ્રી પરબતભાઈ પટેલના હસ્તે ૧૮૯ શિક્ષણ સહાયકોને નિમણૂંક પત્રો અપાયા (માહિતી બ્યુરો પાલનપુર)

Views: 98
0 0
Spread the love

Read Time:2 Minute, 44 Second

રાજ્યની સરકારી માધ્યમિક શાળાઓમાં ૧૩૮૩ જગ્યાઓ ઉપર પસંદગી પામેલ શિક્ષણ સહાયકોને નિમણૂંકપત્રો એનાયત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લામાં સાંસદશ્રી પરબત ભાઈ પટેલના હસ્તે ૧૮૯ શિક્ષણ સહાયકોને નિમણૂંક પત્રો આપવામા આવ્યા હતા. આ પ્રસંગે વિડિયો કોન્ફરન્સના માઘ્યમ થકી ભાવનગર ખાતેથી શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાતનું શિક્ષણ ગુણવત્તાયુક્ત બને તે માટે આપણાં લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ અભિયાનોને સફળતા મળી છે ત્યાર સ્ટાર્ટ અપ અને મેક ઈન ઈન્ડિયા જેવી વિવિઘ બાબતો આપણે એજ્યુકેશમાં સાર્થક કરવાની છે. તેમણે ઉમેર્યુ હતું કે, આ કોરોના સમયમાં ઓનલાઈન શિક્ષણ આપ્યું છે પરંતુ દસ માસ થી શાળાઓ બંધ રહેવાથી શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનું જે અંતર વધ્યું છે જેથી આપણે એ અંતરને પુરવા માટે હવે શનિવારે પૂરો દિવસ અને રવિવારે અડધો દિવસ શાળાઓ ચાલું રાખવી પડશે. તો જ તે અંતરને પુરી શકાશે. તેમણે ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે સંસ્કારી સમાજ ઘડતરમાં યોગદાન આપવા નવનિયુક્ત શિક્ષકોને જણાવ્યું હતું. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલ જણાવ્યું હતું કે ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની જગ્યાઓ ભરવાનો સરકારે નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યુ કે સરકારશ્રીની પારદર્શક નીતિને લીધે સંપૂર્ણ ઓનલાઇન ભરતીઓ કરવામાં આવે છે. આ પ્રસંગે અગ્રણીશ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી અમૃતભાઈ દેસાઈ, શ્રી લાલજીભાઈ, શ્રી ભગવાનભાઈ, માઘ્યમિક શિક્ષણ નાયબ નિયામક શ્રી એ એન. ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડો.નરેન્દ્રસિહ ચાવડા, શિક્ષણ સંઘના પ્રમુખ એસ.ડી.જોષી, ડાયટ પ્રાચાર્યશ્રી એમ.જે. નોગોસ, પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી સંજયભાઈ પરમાર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love