Nari Aawaj

News Website

*ગુજરાત માં તમાકુ-શરાબ સેવનમાં માત્ર સમોવડી જ નહીં, મહિલાઓ પુરૂષોથી પણ આગળ*

Views: 96
0 0
Spread the love

Read Time:4 Minute, 34 Second

“ગુજરાતમાં વ્યસની પુરૂષોની સંખ્યા ઘટી, મહિલાઓની વધી:મહિલાઓને પુરુષ સમોવડી બનાવવાના સરકાર સમાજના પ્રયાસો વચ્ચે તમાકુ-શરાબ જેવા દૂષણોમાં મહિલાઓ માત્ર સમોવડી જ નહીં પરંતુ પુરૂષોથી પણ આગળ નીકળી ગઈ છે. ગુજરાતમાં તમાકુ-શરાબના વ્યસનીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. જયારે મહિલાઓની સંખ્યા વધી હોવાનો ચોંકાવનારો રિપોર્ટ જાહેર થયો છે. દારૂબંધી છતાં પાંચ વર્ષમાં શરાબ પીતી મહિલાઓની સંખ્યા ‘ડબલ’ થઈ ગઈ પુરૂષોની સંખ્યા અર્ધી થઈ ગયાનો રિપોર્ટ શંકાસ્પદ!” અમદાવાદ : નશાબંધી ધરાવતા ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં શરાબ પીતી મહિલાઓની સંખ્યા ડબલ થઈ ગઈ છે જયારે પુરુષોની માત્ર અર્ધી થઈ છે.રાષ્ટ્રીય પરિવાર કલ્યાણના રીપોર્ટ પ્રમાણે 3343 મહિલાઓ તથા 5351 પુરુષોનો સર્વે કરવામાં આવ્યો હતો તેમાંથી 200 (0.6 ટકા) મહિલાઓ તથા 310 (5.8 ટકા) પુરુષોએ શરાબનું સેવન કરતા હોવાનું કબુલ્યુ હતું. 2015-16ના સર્વેમાં આ પ્રમાણ અનુક્રમે 0.3 ટકા તથા 11.1 ટકા હતું. ચોંકાવનારી બાબત એ છે કે 2015માં માત્ર 0.1 ટકા શહેરી મહિલા શરાબ પીતી હતી તે પ્રમાણ પાંચ વર્ષમાં વધીને 0.3 ટકાએ પહોંચ્યું છે. 2015માં 10.6 ટકા શહેરી પુરુષો દારુ પીતા હતા તે પ્રમાણ 2020માં ઘટીને 4.6 ટકા થઈ ગયુ છે. ગ્રામ્ય ભાગોમાં શરાબ પતી મહિલાઓનું પ્રમાણ 0.4 ટકાથી વધીને 0.8 ટકા થયું છે. પુરુષોની ટકાવારી 11.4 ટકાથી ઘટીને 6.8 ટકા થઈ છે. જાણકારોના કથન પ્રમાણે અમુક જ્ઞાતિઓમાં ચોકકસ દિવસ કે તહેવારમાં શરાબ પીવાની પ્રથા છે. પુરુષ-મહિલાઓ સાથે બેસીને શરાબ પીવે છે. એક સીનીયર આઈપીએસ અધિકારીએ કહ્યું કે રિપોર્ટ ગળે ઉતરે તેવો નથી. કારણ કે શરાબબંધીનો કાયદો હોવાથી સંખ્યાબંધ લોકોએ માહિતી છુપાવ્યાની શંકા છે. બાકી પરમીટધારકાની વધુ સંખ્યા અને રોજેરોજ પકડાતો લાખોનો દારુ અલગ જ સંકેત આપે છે. 15 વર્ષમાં પુરૂષોમાં તમાકુ સેવન 60.2 ટકાથી ઘટીને 41.4 ટકા મહિલાઓની ટકાવારી 8.4 ટકાથી વધીને 8.7 ટકા અમદાવાદ તા.11 ગુજરાતમાં તમાકુનું સેવન કરતા પુરૂષોની સંખ્યામાં 10.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. જયારે મહિલાઓની સંખ્યામાં 1.3 ટકાની વૃદ્ધિ થઈ હોવાનો ચોંકાવનારો રીપોર્ટ રાષ્ટ્રીય પરિવાર કલ્યાણ વિભાગે જાહેર કર્યો છે.સરકારના રીપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે 2005-06માં તમાકુનું સેવન કરતા પુરુષોની સંખ્યા 60.2 ટકા હતી તે 2015-16માં ઘટીને 51.4 ટકા થઈ હતી તે 2019-20માં વધુ ઘટીને 41.4 ટકા થઈ હતી. શહેરી વિસ્તારોમાં 33.6 ટકા તથા ગ્રામ્ય ભાગોમાં 46.7 ટકા પુરુષો તમાકુનું સેવન કરતા હતા જે ટકાવારી 2015-16માં અનુક્રમે 46 ટકા તથા 56.2 ટકા હતી.બીજી તરફ તમાકુનું સેવન કરતી મહિલાઓની ટકાવારી 2005-06માં 8.4 ટકા હતી. 2015-16માં 7.4 ટકા થઈ હતી તે 2019-20માં વધીને 8.7 ટકાએ પહોંચી ગઈ હતી. ગ્રામ્ય ભાગોની 11 ટકા તથા શહેરોની 5.4 ટકા મહિલા તમાકુનું સેવન કરતી હોવાનું રીપોર્ટમાં દર્શાવાયું છે.સરકારી અધિકારીઓના કહેવા પ્રમાણે પુરુષો પાન ઉપરાંત પાનમસાલામાં તમાકુનો મુખ્ય ઉપયોગ કરે છે. સોશ્યલોજીસ્ટ ગૌરાંગ જાનીના કહેવા પ્રમાણે ગ્રામ્ય વિસ્તારોમાં તમાકુનું સેવન પરંપરાગત છે. હવે ગુટખાનું ચલણ પણ વધી રહ્યું છે. અમુક ગામડામાં તો બાળકો પણ તમાકુનું સેવન કરે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love