Nari Aawaj

News Website

વાંકાનેર પાસે આવેલ વઘાસિયા ટોલ પ્લાઝા ખાતે ૩૨માં રાષ્ટ્રીય સડક સુરક્ષા માહ નો ઉદઘાટન સમારોહ યોજાયો.

Views: 146
0 0
Spread the love

Read Time:1 Minute, 42 Second

વઘાસિયા ટોલ પ્લાઝા ખાતે સંચાલન સંભાળતી સેફવે કન્સેસન્સ અને અશોકા બિલ્ડકોન ની ટીમ દ્વારા રાષ્ટ્રીય સડક સુરક્ષા માહ ની ઉજવણી રૂપે ઉદ્દઘાટન સમારોહ યોજાયો જેમાં ટોલ મેનેજર શ્રી રંજનકુમાર રાય, શ્રી દત્તાત્રેય સાત્પુતે, શ્રી ધરમાં સેલકે, ઈન્સીડેન્ટ ઓફીસર તેજસ છાટબાર, તેમજ રાજનસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યાં. વાહનચાલકો ને રોડ સેફ્ટી માટે પ્રોત્સાહન આપવા માટે સ્ટાફ દ્વારા હેલ્મેટ પહેરી ને નીકળેલા, સીટ બેલ્ટ બાંધીને નીકળેલા વાહનચાલકો ને ફૂલ આપી તેમજ ઢોલ વગાડી સન્માન કરાયું હતું. જેથી બીજા વાહનચાલકો ને હેલ્મેટ પહેરવા ઉત્સુક કરી શકાય. સડક સુરક્ષા જીવન રક્ષા ને સાર્થક કરવા આઇ.એમ. ટી. ટીમ દ્વારા નેશનલ હાઇવે પર આવેલ હોટેલ, ઢાબા, મુખ્ય માર્ગો પર રોડ સેફ્ટી માટે વાહન ચાલકો ને પેમ્ફ્લેટ વિતરણ કરવામાં આવે છે તેમજ વઘાસિયા ટોલ પ્લાઝા ખાતે તારીખ ૫ ફેબ્રુઆરી ના ૨૦૨૧ રોજ મેડિકલ ચેકઅપ નું આયોજન કરવામાં આવશે જેમાં સર્વ રોગ નિષ્ણાંત હાજરી આપશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાંકાનેર આવેલ વઘાસિયા ટોલ પ્લાઝા ટીમ જહમત ઉઠાવશે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love