મોરબી:મોરબીમાં છેલ્લા થોડા સમયથી મજૂરો પાસેથી વાત કરવાના બહાને મોબાઇલ માંગીને બાદમાં મોબાઇલ પડાવીને ભાગી જવાના બનાવો તેમજ સિરામીક યુનીટોના મજુરોના લેબર કવાટરમાંથી મોબાઈલોની ચોરી થવાના બનાવો ખૂબ જ વધ્યા હતા તેથી એલસીબીના સ્ટાફે મળેલ બાતમી આધારે 61 જેટલા શંકાસ્પદ મોબાઈલો, છરી તેમજ બે બાઇક સાથે ત્રણ ઈસમોને પકડી પાડયા હોવાનું જાણવા મળે છે. જીલ્લામાં વકરી રહેલી ગુનાખોરી ઉડીને આંખએ વળગતી હોય રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહે મોરબી જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાને મિલ્ક્ત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ ગુનાઓમાં આરોપીઓને શોધી કાઢવા કડકપણે સૂચના આપી હતી. જેને પગલે એસપીએ જીલ્લા એલસીબીના સતર્ક બનવા તાકીદ કરી હતી. એલસીબી પીઆઇ વી.બી.જાડેજા અને પીએસઆઇ એન.બી.ડાભી તથા સ્ટાફના માણસો વોચમાં હતા તે દરમ્યાન સ્ટાફ પૈકીના સંજયભાઇ મૈયડ, ભરતભાઇ જીલરીયા અને ભગીરથસિંહ ઝાલાને બાતમી મળી હતી કે મોરબીના અમરેલી રોડ ઉપરથી મોરબી વીસીપરામાં રહેતા ત્રણ ઇસમો ચોરી કે છળકપટથી મેળવેલ મોબાઇલ ફોન સાથે નીકળવાના છે તેથી વોચ ગોઠવતા ત્રણ ઇસમો બે મોટરસાયકલ તથા 61 જેટલા મોબાઇલ ફોનો અને છરી સાથે મળી આવતા તેઓની આકરી પુછપરછ કરી તેઓની પાસે રહેલ અલગ અલગ કંપનીઓના કુલ 61 મોબાઇલ ફોન મળી આવતા જેઓને પોલીસે મોબાઇલ ફોન બાબતે સધનપુછપરછ કરતા આ મોબાઇલો તેઓએ તથા તેમના અન્ય સાગરીતો સાથે મળી અલગ અલગ તારીખ-સમયે, અલગ અલગ વિસ્તારમાં આવેલ કારખાનાની મજુરોની ઓરડીઓમાંથી ચોરી કે છળકપટથી સેરવીને તેમજ છરી બતાવી લુંટ કરીને મેળવેલ હોવાનું જણાવ્યુ હતુ. જેથી અલગ અલગ કંપનીના 61 મોબાઇલ ફોન કિંમત રૂા.2,77,500 તેમજ ચોરી-લુંટમાં ઉપયોગમાં લીધેલ હિરો પ્લેન્ડર તથા બજાજ પ્લસર બે મોટર સાયકલો કંમત રૂા.40000 તથા છરી રૂા.50 એમ કુલ મળીને રૂા.3,17,500 ના મુદ્દામાલ સાથે હાલમાં સુલતાન સલેમાન ઉર્ફે સરમણભાઇ સુમરા સંધી રહે. વીસીપરા ગુલાબનગર, સતીષ ઉર્ફે વલીયો રમેશભાઇ રામજીભાઇ ડેડવાણીયા કોળી રહે.વીસીપરા અને નુરમામદ શાઉદીન જેડા મિંયાણા (ઉ.વ .20) રહે.વીસીપરા યમુનાનગર મુળ રહે.ખીરઇ તા.માળીયા જી.મોરબીને પકડી પાડયા હતા અને તેમના સાગરીતો કે જેને પકડવાનો બાકી છે તે સાહીલ અલીયાસ કટીયા, અલ્તાફ અબુ જેડા અને હાર્દીક ઉર્ફે આદિ મનહરભાઇ ઉર્ફે મુનાભાઇ રાઠોડ રહે.બધા વીશીપરા મોરબીની પોલીસે શોધખોળ ચાલુ કરેલ છે. પકડાયેલા ત્રણને આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. જીલ્લામાં છેલ્લા પાંચેક માસથી અલગ અલગ કારખાનાની મજુરોની ઓરડીમાંથી નજર ચૂકવી મોબાઇલ ફોનની ચોરી કે છરી બતાવી લુંટ કરતી ગેંગના ત્રણ સભ્યોને પકડી પાડવામાં મોરબી એલ.સી.બીને સફળતા મળેલ છે અને ત્રણના નામ ખુલતા તેની શોધખોળ ચાલુ કરાયેલ છે. આ ગેંગ મજુરોની ઓરડીમાંથી મોબાઇલ ફોન નજર ચૂકવી ચોરી કરવાનો તથા એકલ દોકલ માણસોને છરી બતાવી લુંટ કરવાની ટેવ વાળા છે. પકડાયેલ આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ જોઇએ તો પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી પૈકી સુલતાન અને નુરમામદ અગાઉ પણ મોબાઇલ ફોનની લૂંટ તથા ચોરીના ગુનામાં મોરબી તાલુકા પોલીસ તથા ટંકારા પોલીસમાં પકાડયેલ છે. આ કામગીરી કરનાર પીઆઇ વી.બી.જાડેજા પીએસઆઇ એન.બી.ડાભી તેમજ સ્ટાફના દિલીપ ચૌધરી, સંજયભાઇ મૈયડ, પૃથ્વીરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહીલ, ચંદુભાઇ કાણોતરા, ચંન્દ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, રસીકભાઇ ચાવડા, સંજયભાઇ પટેલ, રજનીકાંત કૈલા, કૌશીકભાઇ મારવણીયા, ભરતભાઇ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા, ભરતભાઇ મીયાત્રા, નિરવભાઈ મકવાણા, નિર્મળસિંહ જાડેજા, દશરથસિંહ પરમાર, અશોકસિંહ ચુડાસમા, બ્રીજેશભાઇ કાસુંદ્રા, વિક્રમભાઇ કુંગસીયા, સતીષભાઇ કાંજીયા, હરેશભાઈ સરવૈયા, રણવીરસિંહ જાડેજા અને દશરથસિંહ ચાવડા વિગેરે જોડાયેલ હતા.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ