Nari Aawaj

News Website

*પત્રકાર સાથે ગેરવર્તુંક કરી માઇક તથા બુમ તોડી નાખનાર ચીફ ઓફીસર સામે ગુનો નોંધવા માંગ*

Views: 104
0 0
Spread the love

Read Time:2 Minute, 52 Second

પ્રેસ ક્લબ હાલ માંજ ગાંધીનગર જીલ્લાના કલોલ ખાતે બનેલ ઘટના ને પ્રેસ ક્લબ ઓફ વર્કીંગ જર્નાલીસ્ટ સખ્ત શબ્દોમાં વખોડે છે. એક પત્રકાર ઉપર કલોલ નગર પાલીકા ના ચીફ ઓફીસરે કેમેરા ની સામે જ ખુલ્લી દાદાગીરી કરી પત્રકાર નું માઈક તથા બુમ તોડી નાખેલ છે.તે એક સરમ જનક ઘટના છે. શું આવું અમાનવીય વર્તન એક ચીફ ઓફીસને શોભે ખરૂ. આવા કૃત્યો અને બેસરમ વ્યવહારો થી પત્રકારો ની સ્વતંત્રતા નુ હનન થાય છે .અને પત્રકારો સ્વતંત્રતાથી પોતાનું કામ કરી શકતા નથી. પત્રકારો પ્રજાના જાગતા ચોકીદરો છે.તેમજ લોકશાહીના મજબૂત સ્થંભ છે.ઉપરોક્ત મુદ્દાને ધ્યાનમાં લેતા પ્રેસ ક્લબ ઓફ વર્કીંગ જર્નાલીસ્ટ ના રાષ્ટ્રીય મહાસચીવ સાકીરભાઈ મલેક તથા રાષ્ટ્રીય કારોબારી સભ્ય નશરૂદીન રાઠોડ તથા ગુજરાત ના પ્રમુખ હર્ષદભાઈ પટેલે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી, ને મુખ્ય સચીવ શ્રી ને, ગૃહ સચીવ શ્રીને , તથા મુખ્ય મંત્રી શ્રીને પત્ર લખી જણાવેલ કે પ્રજાના પ્રશ્નોને વાચા આપનાર પત્રકાર સામે ગેર વર્તણુક કરી માઇક અને બુમ તોડી નાખનાર કલોલના નગર પાલીકા ના ચીફ ઓફીસર સામે ગુનો દાખલ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને પત્રકાર સામે ચીફ ઓફીસરે કરેલ એટ્રોસીટી ની ફરીયાદ પાછી ખેચવામાં આવે આજ રીતે જામ- ખંભાળીયા ના પત્રકાર મસ્તુફા સુમરા સાથે જામ- ખંભાળીયા ના તલાટી મંડળના પ્રમુખ પ્રભાતસીહ નીચોડા એ તારીખ 28/07/2021 ના રોજ ગેરવર્તણુક કરી ધમકી આપી હતી તેની ફરીયાદ જામ ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. તેની પણ નીશ પક્ષ રીતે તપાસ કરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ પણ પત્રકારો સાથે આવા બનાવો ના બને તેની સરકારે કડક દ્બારા અમલ કરાવવા આવે અને દિવસે-દિવસે વધતા જતા પત્રકારો ઉપર હુમલાઓ ને અંકુશમાં લઈ આરોપી ઓને સખ્ત સજા કરવી જોઈએ બાઈટ… હર્ષદ પટેલ, ગુજરાત રાજ્ય પ્રમુખ, પ્રેસ કલબ વર્કિંગ જર્નાલીસ્ટ અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love