અવિરત સેવા: જસદણના પૂર્વ નગરપતિએ પાલિકાના 110 સફાઈ કર્મીઓને અને 190 જરૂરીયાતમંદોને ખાદ્યસામગ્રીની કીટ વિતરણ કરી.
- તેઓ 1990 થી સતત સાતમ-આઠમના પર્વ નિમિત્તે કીટ વિતરણ કરતા આવ્યા છે.
- શરૂઆતમાં 22 સફાઈ કર્મીઓ હતા જેને કીટ વિતરણ કરતા હતા ને આજે 110 સફાઈ કર્મીઓને કીટ વિતરણ કરી રહ્યા છે.
જસદણ.
જસદણના પૂર્વ નગરપતિ અને જાણીતા ઉદ્યોગપતિ જે.પી.રાઠોડ દ્વારા નગરપાલિકાના 110 સફાઈ કર્મીઓ અને પટ્ટાવાળા તેમજ શહેરના પછાત વિસ્તારોમાં વસતા 190 જરૂરીયાતમંદોને સાતમ-આઠમના પવિત્ર પર્વ નિમિત્તે વિનામૂલ્યે ખાદ્યસામગ્રીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેઓ 1990 ની સાલથી આ સેવાકાર્ય કરી રહ્યા છે. આ કીટ વિતરણ પ્રસંગે જસદણ નગરપાલિકાના પૂર્વ નગરપતિ જે.પી.રાઠોડ, જસદણ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલીયા, પૂર્વ નગરપતિ જીજ્ઞેશભાઈ હીરપરા, નગરપાલિકાના જાગૃત કોર્પોરેટર નરેશભાઈ ચોહલીયા, યાર્ડના ડીરેક્ટર ગેલાભાઈ ગળીયા, નગરપાલિકાના કારોબારી ચેરમેનના પ્રતિનિધિ પ્રવિણભાઈ ઘોડકીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે જસદણના પૂર્વ નગરપતિ અને અગ્રણી ઉદ્યોગપતિ જે.પી.રાઠોડે જણાવ્યું હતું કે, હું 1990 થી સતત અવિરત સેવા આપી રહ્યો છું અને ત્યારે માત્ર 22 સફાઈ કર્મીઓ જસદણ નગરપાલિકામાં હતા. હાલ 110 જેટલા સફાઈ કર્મીઓ છે. તે સમયે જસદણના રહીશો પોતાના ઘરના આંગણા પોતે જ સાફ-સફાઈ કરતા હતા. જોકે અત્યારે રહીશો પોતે પોતાના ઘરના આંગણા સાફ-સફાઈ કરતા ન હોવાથી સફાઈનો પ્રશ્ન ઉદભવતો હોય છે. ખરેખર જસદણના જાગૃત રહીશોએ પોતાના ઘરના આંગણા જાતે જ સાફ-સફાઈ કરી નગરપાલિકાના સફાઈ કર્મીઓને સહકાર આપવો જોઈએ. હું આ સેવાકાર્ય મારાથી બની શકે ત્યાં સુધી કરીશ તેમ અંતમાં તેમણે જણાવ્યું હતું.
તસવીર રવાના. પિયુષ વાજા જસદણ



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ