આશરે 350 જેટલા કાર્યકરો અને ટેકેદારો દ્વારા આ સફળ કાર્યક્રમ યોજાતાં AIMIM પાર્ટીમા દલિત સમાજના ભાઈઓ,બહેનો અને યુવાનો તેમજ અવગ અલગ નાની મોટી જમાતો ના મુસ્લિમ સમાજના ભાઈઓ,બહેનો અને યુવાનો જોડાતાં માંગરોલ ભાજપ કોંગ્રેસ પાર્ટીમા ભૂકંપ.
તા.19.11.21 ના રોજ માંગરોલ બાયપાસ ખાતે AIMIM પાર્ટી દ્વારા માંગરોલ તાલુકા અને શહેરના હોદ્દેદારોને નિમણૂંક પત્રો આપવા અને પાર્ટીમા નવા ચેહરાઓને જોડવા માટે એક કાર્યકર સંમેલનનુ આયોજન કરવામા આવેલ આ કાર્યક્રમ મા માંગરોલ શહેર પ્રમુખ, મહામંત્રી, તેમજ અલગ અલગ વિભાગના હોદ્દેદારોને નિમણૂંક પત્રો આપવામા આવ્યાં તથા મહિલા હોદ્દેદારોની પણ નિમણૂંકો કરવામા આવી અને તેજ રીતે માંગરોલ તાલુકાના હોદ્દેદારોને પણ નિમણૂંક પત્રો આપવામા આવ્યાં હતા.
આ કાર્યક્રમમા આશરે 350 જેટલા પાર્ટીના કાર્યકરો,ટેકેદારો અને નવા જોડાવા ઈચ્છતા તમામ સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ વકતાઓએ પોતાના ભાષણમા અન્યાય સામે લડવા,દરેક સમાજને સાથે જોડવા,પાર્ટીમા કોમી એકતા જાળવી તમામ લોકોએ પાર્ટીનો વ્યાપ વધે તે બાબત ઉપર જોર આપ્યુ હતું
આ સંમેલનમા
યુસુફભાઈ ચાંદ ને શહેર પ્રમુખ, ઉસ્માનભાઈ ભટ્ટુ ને શહેર મહામંત્રી,
ઈબ્રાહીમભાઈ ભાભલાને શહેર યુવા સંગઠન પ્રમુખ,ઈશાકભાઈ ખેબરને તાલુકા પ્રમુખ,ઈબ્રાહીમભાઈ પારેખને તાલુકા મહામંત્રી,આબેદીન જેઠવાને તાલુકા ઉપ પ્રમુખ, તેમજ તાલુકા,શહેર સંગઠનના 40 લોકોને અલગઅલગ હોદ્દાઓ આપવામા આવ્યા હતા અને આઈ.ટી.સેલની રચના કરી પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી સહીત 15 લોકોને આ સેલ મા હોદ્દાઓ આપવામા આવ્યા હતા.
આ તમામ હોદ્દેદારોઓ જિલ્લા પ્રમુખ સુલેમાનભાઈ પટેલ તથા જિલ્લા મહામંત્રી એડવોકેટ યુસુફભાઈ કરુડ તેમજ અન્ય હોદ્દેદારોના હાથે અપાયા હતા
શહેર મહિલા પ્રમુખ વિજયા બહેન શુક્લ ના હસ્તે શહેર મહિલા મહામંત્રી તરીકે શાઈદા બેન મનસુર તેમજ શહેર ઉપ પ્રમુખ તરીકે ચન્દ્રીકાબેન વાઘેલાને હોદ્દેદારોઓ આપવામા આવેલ હતા