જસદણ એસટી ડેપો ભારતીય મજદુર સંઘ દ્વારા ડેપોમાં લીંબુ શરબત વરિયાળી શરબત વિતરણ નું આયોજન કરવામાં આવ્યું
આજરોજ પહેલી મે ગુજરાત એસટી ના સ્થાપના દિન નિમિત્તે જસદણ એસટી કેન્દ્ર ખાતે સતત ત્રીજા દિવસે ભારતીય મજદૂર સંઘ ટીમ દ્વારા જસદણ એસટી સ્ટાફ તેમજ જસદણની મુસાફર જનતા માટે ધોમધખતા તાપમા ઠંડક મેળવવા માટે વરીયાળી અને લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવ્યું જેમાં ભારતીય મજદૂર સંઘ ના તમામ કાર્યકર્તાઓએ ખૂબ જ દિલથી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ છે. આ ધોમધખતા તાપમાં મુસાફર જનતાને ઠંડક ની રાહત મળે એવાં પ્રયત્નો કરવામાં આવેલ છે…. સ્ટાફ અને મુસાફર જનતા માટે આવું સારું કાર્ય કરવા બદલ ડેપો મેનેજર શ્રી અને વહીવટી સ્ટાફ દ્વારા સંગઠનના કાર્યકરોને શુભેચ્છા પાઠવી છે..
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ