Nari Aawaj

News Website

જસદણમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી ભાજપએ લોકોને ઠંડક આપીને કરી

Views: 132
0 0
Spread the love

Read Time:1 Minute, 7 Second

જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી નાગરિકોને ઠંડક આપીને કરી હતી પ્રાપ્ત વિગતો મુજબ ગુરૂવારે રાજ્યભરમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે ત્યારે જસદણ શહેરમાં હાલ અસહ્ય તાપમાન વચ્ચે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ તેમની ટીમ દ્વારા શહેરના સૌથી ધમધમતાં વિસ્તાર શાકમાર્કેટ પાસે એક ઠંડી છાસ વિતરણ કેન્દ્ર ખોલી લોકોને બળબળતા તાપમાંથી ઠંડક આપવાનું ભગીરથ કાર્ય કર્યું હતું આ અંગે વિજયભાઈએ જસદણના તમામ નાગરિકોને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે આ દિવસે આપણે આપણી વિરાસત, સંસ્કૃતિ અને ભાવિ પ્રગતિ માટે પ્રાર્થના કરીએ

રિપોર્ટર – કિશન પ્રજાપતી. રસિક વિસાવળીયા જસદણ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love