જસદણ તાલુકાનાં સનાળા ગામે મજુરી કામના રૂ. ર૦ હજાર લઇને પરત ફરેલા બે મિત્રો પર 3 શખ્સોએ હુમલો કરી રૂ. ૨૦ હજારની લુંટ ચલાવી હોવાનાં આક્ષેપ સાથે બંને યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ટંકારાનાં લજાઇ ચોકડી પાસે ઝુપડપટ્ટીમા રહેતા કાન્તી વિનુભાઇ શેખલીયા (ઉ.વ. ર3) અને હડમતીયા ગામનાં હરીશ દિનેશભાઇ (ઉ.વ. ર૦) બપોરનાં ત્રણેક વાગ્યાનાં અરસામા જસદણ તાલુકાનાં સનાળા ગામે હતા ત્યારે પ્રાગજી સહીતનાં અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હોવાનાં અને રૂ. ર૦ હજારની લુંટ ચલાવી હોવાનાં આક્ષેપ સાથે બંને યુવકને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા.પ્રાથમીક પુછપરછમા ઇજાગ્રસ્ત બંને યુવકને કરેલ મજુરી કામનાં રૂપીયા ર૦ હજાર કાન્તીભાઇ બોરીચા પાસેથી લઇને પરત આવતા હતા ત્યારે પ્રાગજી સહીતનાં શખસોએ હુમલો કરી મજુરી કામનાં રૂ. ૨૦ હજાર લુંટ ચલાવી હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. આક્ષેપનાં પગલે જસદણ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર. કિશન પ્રજાપતી જસદણ



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ