Nari Aawaj

News Website

મોરબી કલેક્ટર દ્વારા હળવદની બે મુખ્ય બજારને પ્રતિબંધીત વિસ્તાર જાહેર કરાયો

Views: 112
0 0
Spread the love

Read Time:1 Minute, 40 Second

ડૉ. બાબા સાહેબ ચોકથી લક્ષ્મી નારાયણ ચોક અને બ્રાહ્મણની ભોજનશાળાથી સરા ચોકડી સુધીની મેઇન બજારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાયો મોરબી જિલ્લા કલેકટરશ્રી જે.બી.પટેલ દ્વારા હળવદના બે મુખ્ય બજારના વિસ્તારને પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર હળવદ શહેરમાં આવેલ ડૉ. બાબા સાહેબ ચોકથી લક્ષ્મી નારાયણ ચોક સુધી તેમજ બ્રાહ્મણની ભોજનશાળાથી સરા ચોકડીને પ્રતિબંધિત જાહેર કરવામાં આવી છે. મદદનીશ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી ગંગાસિંહની દરખાસ્તના અનુસંધાને હળવદ શહેરના બજાર વિસ્તારમાં ભીડનું જોખમ ટાળવા અને લોકડાઉનનો યોગ્ય રીતે અમલ થાય તે માટે હળવદના ઉક્ત માર્કેટના વિસ્તારોમાં આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલ દુકાનો સિવાય પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે. હળવદ શહેરમાં સરકારશ્રીની ગાઈડ લાઈન પ્રમાણે અન્ય વિસ્તારોમાં દુકાનો સવારે ૮ થઈ બપોરના ૧ વાગ્યા સુધી ચાલુ રહેશે અને બપોરના એક વાગ્યા બાદ સંપૂર્ણપણે લોકડાઉન રહેશે. આ જાહેરનામાનો અમલ ૩જી મે સુધી રહેશે. રિપોર્ટ : આરીફ દીવાન મોરબી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love