Nari Aawaj

News Website

*વાંકાનેર માંવઘાસિયા ટોલ પ્લાઝા ની ટીમ ને એવોર્ડ*

Views: 100
0 0
Spread the love

Read Time:2 Minute, 45 Second

વાંકાનેર માંવઘાસિયા ટોલ પ્લાઝા ની ટીમ ને એવોર્ડ

વાંકાનેર ખાતે તાજેતરમાં જ અહીં આવેલ વાંકાનેર વઘાસીયા ટોલ નાકે રોડ સેફ્ટીના કર્મચારીઓને એવોર્ડ આપવામાં આવ્યો છે જે અંગે ની વિગત એવી છે કે
ભારત માં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ટીઓટી પ્રોજેક્ટ્સ માટે કામ કરતી અશોકા બીલ્ડકોન લીમીટેડ કંપની ની ઈન્સીડેન્ટ મેનેજમેન્ટ ટીમ માટે આજ રોજ કંપની ના ડી.જી.એમ. શ્રી પ્રશાંત જોશી દ્વારા વાંકાનેર વઘાસિયા ટોલ પ્લાઝા ની ટીમ ને એવોર્ડ અને ખાસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. કંપની ના હેડ ઓફિસ ના સિનિયર અધિકારી શ્રી પાંડુરંગ નાયક અને અધિકારી શ્રી સંદિપ લાવરે ના નેતૃત્વ હેઠળ ટીમ દ્વારા કામગીરી કરવા માં આવે છે અને આ એવોર્ડ માટે વાંકાનેર ખાતે આવેલ વઘાસિયા ટોલ પ્લાઝા પર ઈન્સીડેન્ટ મેનેજર શ્રી દિલીપભાઈ મેવાડા, અધિકારીઓ શ્રી રાજુલભાઈ જબુઆની, શ્રી રેનીશભાઈ જાફરાણી અને ટીમ દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ પસંદગી કરવામાં આવી હતી, જેમાં ટીમ દ્વારા વર્ષ ૨૦૧૯ દરમિયાન કરેલ કામગીરી જેવીકે અકસ્માતો પર ઝડપથી રીસ્પોન્સ આપવો, અકસ્માત‌ મા ઘાયલ થયેલા વ્યક્તિ ને એમ્બ્યુલન્સ અને રૂટ પેટ્રોલીંગ ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાં પહોંચાડી ઘણા લોકો ની જિંદગી બચાવેલ, પ્રોજેક્ટ પર નડતરરૂપ દબાણો દુર કરેલ, જોખમી અને ટ્રાફિક ને નડતરરૂપ ઈલલીગલ કટ બંધ કરેલ, તેમજ ઝીરો અકસ્માત ના લક્ષ્ય રૂપે અવારનવાર શાળા માં રોડ સેફ્ટી કાર્યક્રમ યોજવામાં આવેલ, ટ્રક ચાલક માટે ટ્રેનીંગ આપવામાં આવેલ હતી જેના સન્માન રૂપે અશોકા બીલ્ડકોન લીમીટેડ કંપની દ્વારા ભારત ના બધાજ ટીઓટી પ્રોજેક્ટ્સ માંથી ગુજરાત ના વાંકાનેર પાસે આવેલ વઘાસિયા ટોલ પ્લાઝા ની ટીમ ની પસંદગી કરી ટીમ ના ઉત્સાહ માં વધારો કર્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love