Nari Aawaj

News Website

શાપર(વેરાવળ) નજીકના પારડી રોડ પર મોટા ખાડા હોવાથી પ કીમીના લાઈનો સર્જાયા બાદ આયસર પલટી ગયું !!

Views: 92
0 0
Spread the love

Read Time:3 Minute, 59 Second

“રોડ સેફટી અને વિકાસની વાતો કરનાર નેતાઓના દર્શન દુર્લભ” રાજકોટ નજીક શાપર વેરાવળ ખાતે મોટાભાગે મોટા વાહનો અવરજવર રહે છે કારણકે જુનાગઢ સોમનાથ અને ઉદ્યોગથી ધમધમતા શાપર વેરાવળ માં આઇસર મેટાડોર બોલેરો વિગેરે ટેન કર ટ્રક ફોરવીલ સુધીના વાહનો નું રાત દિવસ કવર જવાનું હોવાથી ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે જ્યારે સાપર વેરાવળ ગોંડલ રોડ તરફ મોટાભાગના ટોલનાકા ટોલટેક્ષ પર ઉઘરાણા કરવામાં વ્યસ્ત હોય છે જે મોટી દુઃખદ ઘટના છે તેના ફરજ કાજે રોડની સેફટી રોડ સેફટી વિભાગે રોડ રસ્તા ની દેખરેખ કરવામાં નિષ્ફળ નિવડયું છે છતાં ટોલટેકસ ઉઘરાવા માં ટોલનાકા વાળા વ્યસ્ત રહ્યા છે તેવા સમયે પ્રજાના પ્રતિનિધિ એ તત્કાલ તે માર્ગોની મરામત કરી પ્રજાલક્ષી કાર્ય કરવું જોઈએ તેના બદલે પ્રજાના પ્રતિનિધિઓ ના દર્શન દુર્લભ રહ્યા છે જ્યારે રાજકોટ નજીક બે દિવસમાં બે વાહનો પલટી મારી ગાના બનાવો બન્યા છે જેમાં ગઈ કાલે તારીખ 30 ટ્રક પલટી મારી ગયો હતો સાપર નજીક તો આજરોજ તારીખ 31 8 2020 ના રોજ આઇસર પલટી મારી ગયું હતું સતત ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં અકસ્માતમાં ગંભીર ભય રહ્યો છે છતાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે જેમાં મુખ્ય કારણ મુખ્ય માર્ગો પર મોટા મોટા ગાબડા ના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતની ઘટના બનવાનું સ્થાનિક વાહનચાલકો અને રાહદારીઓ કહી રહ્યા છે તો વિકાસલક્ષી સરકાર દ્વારા ઝડપી રોડ રસ્તા મજબુત કરી વાહન ચાલકોનો વિકાસ કરે તે આજના આધુનિક યુગની તાતી જરૂરિયાત છે અત્રે નોંધનીય છે કે શાપર વેરાવળ નજીક ને આસપાસમાં તાજેતરમાં જ થોડા મહિનાઓ પહેલા રોડ રસ્તા બનાવવામાં આવ્યા હતા જે ટૂંકાગાળામાં જ વરસાદમાં ધોવાઈ ગયા છે જેથી તે કોન્ટ્રાક્ટર દ્વારા ભષ્ટાચાર કર્યાની પણ ચર્ચા તે પંથકમાં ચર્ચાના ચકડોળે ચઢી છે ટૂંકાગાળામાં બનેલા રોડને વરસાદથી ધોવાણ થઇ જતા તેઓ રસ્તામાં લોટ પાણીને લાકડાનું કાર્ય થયું હોય તે પણ એક તપાસનો વિષય બન્યો છે હાલ રાજકોટ નજીક ના સાપર વેરાવળ ખાતે સમગ્ર વિસ્તાર ખખડધજ બન્યો છે જેથી ઇમર્જન્સી મેડિકલ સારવાર માટે દોડતી 108 એમ્બ્યુલન્સને પણ છાશવારે ટ્રાફિકમાં ફસાવવું પડે છે જે માનવ જિંદગી માટે ગંભીર જોખમ કારક બન્યું છે રાજકોટ નજીકના શાપર-વેરાવળમાં મુખ્ય માર્ગો થી લઈ ગ્રામ્ય વિસ્તારની જોડતા માર્ગો વરસાદમાં ધોવાની ઘટનાઓ બનવા પામી છે માટે રોડ સેફટી વિભાગ અને વિકાસના ભાષણો કરતા નેતાઓ તત્કાલ સાપર વેરાવળ નજીક વિસ્તારમાં વિકાસ કરી બતાવે તે જરૂરી બન્યું છે હાલ સાપર વેરાવળ નજીક અને વાહનચાલકો ના જીવ તાડવે ચોટયા હોય તેમ અકસ્માત નો ગંભીર ભય ઝઝૂમી રહ્યો છે જેમાં આઇસર પલટી ગયા ની તસ્વીર પલટી ખાઈ ગયેલી આઇસર તસવીરમાં નજરે પડે છે તસ્વીર જેકી મહેતા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love