ગુજરાત સરકાર દ્વારા અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજ ની દિકરીઓને નોકરી થી વંચિત રાખવાના ઉદ્દેશ થી ગેરબંધારણીય રીતે પરીપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે બાબતે રાજ્ય ની રાજધાની ગાંધીનગર મુકામે સામાજીક એકતા જાગૃતિ મિશન ના રાષ્ટ્રીય સંયોજક એડવોકેટ કેવલસિંહ રાઠોડ સાહેબ ના નેતૃત્વ માં હજારો લોકો દ્વારા આ સરકારી પરીપત્ર ને જાહેર માં સળગાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પરીપત્ર ની ગેરબંધારણીય જોગવાઈઓને રદ્દ કરવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટ ના મુખ્ય ન્યાયાધીશ શ્રી વિક્રમનાથ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. આ ગેરબંધારણીય પરીપત્ર વંચિત સમુદાય ના કરોડો લોકો ને અન્યાયકર્તા હતો, જેને નામદાર ગુજરાત હાઈકોર્ટે અંતે રદ્દ કરી દીધો છે. આ ઐતિહાસિક ચુકાદા નું સામાજીક એકતા જાગૃતિ મિશન ના રાષ્ટ્રીય સંયોજક એડવોકેટ કેવલસિંહ રાઠોડ સાહેબ દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું છે. આ ગેરબંધારણીય પરીપત્ર રદ્દ કરવા બાબતે સામાજીક એકતા જાગૃતિ મિશન સાથે જોડાયેલા સર્વ સમાજ ના હજારો કાર્યકર્તાઓએ સંધર્ષ કર્યો છે. આ પરીપત્ર રદ્દ કરવા માટે ગુજરાત ના તમામે તમામ 33 જીલ્લાઓમાં મિશન ના માધ્યમ થી આવેદનપત્રો પાઠવવામાં આવ્યા હતા અને અસંખ્ય રેલીઓ, ધરણાંઓ, સભાઓ અને આંદોલનો કરવામાં આવ્યા હતા. નામદાર ગુજરાત હાઈકોર્ટ નો ચુકાદો એ ગુજરાત ના અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજ ના કરોડો લોકો ની જીત છે. આ ચુકાદો સામાજીક એકતા જાગૃતિ મિશન ના હજારો કાર્યકર્તાઓની મહેનત નું પરીણામ છે. ગેરબંધારણીય પરીપત્ર રદ્દ કરવા બાબતે સામાજીક એકતા જાગૃતિ મિશન ના માધ્યમ થી ગુજરાત ના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત ને સંબોધી અને 7 જુલાઈ 2020 ના દિવસે એક વિસ્તૃત આવેદનપત્ર આપેલ, જેમાં આપણે રાજ્ય સરકાર ને 15 ઓગસ્ટ 2020 સુધી માં આ ગેરબંધારણીય પરીપત્ર રદ્દ કરવા માટે ચેતવણી આપી હતી. જે બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા 01 સપ્ટેમ્બર ના દિવસે પોતાની ઓફિસિયલ વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જે બાબતે આજે સર્કીટ હાઉસ ઉના ખાતે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વ સમાજ ના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ગેરબંધારણીય પરીપત્ર રદ્દ કરવાની લડાઈ માં મદદ કરનારા સર્વ સમાજ ના તમામ ભાઇઓ અને બહેનોનો ખુબ ખુબ આભાર, આપણી લડાઇ ના પરીણામે હવે અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજ ની દિકરીઓને સરકારી નોકરી માં યોગ્ય પ્રતિનિધિત્વ મળશે..!! આપનો મિશનસાથી શ્રી સિદ્ધાર્થ ઓઝા +919737370372 પ્રદેશ પ્રભારી, EWS અધિકાર આંદોલન સામાજીક એકતા જાગૃતિ મિશન, ગુજરાત જય ભારત..
*સામાજીક એકતા જાગૃતિ મિશન ના રાષ્ટ્રીય સંયોજક કેવલસિંહ રાઠોડે ગુજરાત હાઈકોર્ટ ના પરીપત્ર રદ્દ કરવાના ચુકાદા ને આવકાર્યો..!!*
Views: 90
Read Time:4 Minute, 3 Second



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ