સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત દેશ-વિદેશમાં કોરોના કહેર થી હાહાકાર હાહાકાર મચી ગયો છે ત્યારે કોરોનાવાયરસ અંતર્ગત ફરજ ના ભાગે જીવના જોખમે પ્રજાલક્ષી અને પ્રજા હિત કાર્ય કરનાર સમાજસેવકો સેવા કરનાર સેવાભાવી સંસ્થાઓ સરકારી અર્ધસરકારી કર્મચારીઓ પોતાની યથાશક્તિ પ્રમાણે કોરોનાવાયરસ અંતર્ગત સતત સેવાના ભાગરૂપે કાર્ય કરિયાના કાર્યથી પરિચિત લાભ મેળવનાર વ્યક્તિઓ હશે તેનો પરિચય આપવાની જરૂર નથી પરંતુ સારી કામગીરીને બિરદાવી એ પણ એક સારું કાર્ય છે તેવું જ કંઇક મોરબી શહેર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ દ્વારા ફરજનિષ્ઠા કર્મચારીઓને ઉત્સાહિત કરી બહુ મન સાથે સન્માનપત્ર આપી ફરજનિષ્ઠ કર્મચારીઓના કાર્યને બિરદાવ્યો છે જેમાં તાજેતરમાં જ મોરબી ખાતે સતત ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર એવા મોરબી જયદીપ ચોક વિસ્તારમાં ખૂબ સારી રીતે પોતાની ફરજ બજાવતા કોરોના વોરિયર્સ ટ્રાફિક પોલિસ જીતુદાન ગઢવી, અશોકભાઇ સોલંકી, ફાલ્ગુનીબેનને કોરોના જેવી મહામારી વચ્ચે પણ ટ્રાફિક નિયંત્રણ માટે સરાહનિય કામગીરી બદલ મોરબી જીલ્લા ભાજપ પરિવાર વતી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા દ્વારા સાલ ઓઢાડી સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા જે તસવીરમાં નજરે પડે છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ