Nari Aawaj

News Website

‘કોરોના વૉરિયર્સ ‘ વિષય પર રરાજ્ય કક્ષાની નિબંધ સ્પર્ધામાં પ્રકૃતિ પટેલને ગાંધીનગરમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીના હસ્તે રૂ 25000નો ચેક એનાયત

Views: 96
0 0
Spread the love

Read Time:1 Minute, 46 Second

ફોટો

‘કોરોના વૉરિયર્સ ‘ વિષય પર રરાજ્ય કક્ષાની નિબંધ સ્પર્ધામાં પ્રકૃતિ પટેલને

ગાંધીનગરમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીના હસ્તે રૂ 25000નો ચેક એનાયત
મનીષ જોષી મૌન દ્વારા
વઙોદરા તા.

ગાંધીનગરની ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્રારા ‘ કોરોના વૉરિયર્સ ‘ વિષય પર ગુજરાત ગૌરવ દિન વિવિધ સ્પર્ધાનું આયોજન થયું હતું. તેમાં નિબંધ લેખનમાં માંજલપુરની અંબે સ્કૂલની ધો.9ની વિદ્યાર્થિની પ્રકૃતિ ધર્મેન્દ્રભાઇ પટેલે ભાગ લીધો હતો. તે નિબંધ રાજ્ય કક્ષાએ પસંદ થતાં ગાંધી નગર ખાતે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં પ્રકૃતિ ધર્મેન્દ્ર પટેલને મહિલા અને બાળ કલ્યાણ શિક્ષણ અને યાત્રાધામ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરી બેન દવે
ના હસ્તે રૂ. 25,000નો પુરસ્કાર એનાયત થતા શહેર,સ્કૂલ અને પટેલ સમાજનું ગૌરવ વધ્યું છે.
ઉલ્લેખનીય છે કે પ્રકૃતિ ધર્મેન્દ્ર પટેલને તાજેતરમાં માંજલપુરની અંબે સ્કૂલે સ્ટુડન્ટ ઓફ ધ યરનો તેમજ શહેરના ફેઇથ ફાઉન્ડેશન દ્વારા ‘ નો ટોબેકો ડે ‘ નિમિતે યોજેલી સ્લોગન સ્પર્ધામાં દ્વિતિય ક્રમે વિજયી બનતા એવોર્ડ એનાયત થયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love