Nari Aawaj

News Website

*મોરબીમાં જેતપર પીપળી રોડ ભાંગીને ભૂકો થઇ જતા તે વિસ્તારના રહીશો રસ્તા પર*

Views: 102
0 0
Spread the love

Read Time:1 Minute, 59 Second

મોરબી: મોરબી શહેર જિલ્લામાં વિવિધ પ્રકારની પ્રાથમિક સુવિધાઓથી લાંબો સમય સુધી લોકો વંચિત રહ્યા છે ત્યારે મોરબી પંથકમાં ગ્રામ્ય વિસ્તાર તરફ જતા રોડ રસ્તા માર્ગો ગાબડા ધારી થઈ જતા વાહનચાલકો અને રાહદારીઓને ચાલવું તે માર્ગ પર જોખમી અકસ્માત જનક બન્યું હોય છતા તંત્રવાહકો તે માર્ગની મરામત કરવામાં નિષ્ફળ નીવડયા હોય જેથી આક્રોશ સાથે સ્થાનિક રહીશો રસ્તા પર આવી પ્રાથમિક પાયાની સુવિધા માટે દેખાવ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં સ્થાનિક રહીશો અને તે વિસ્તારમાં આવેલા કારખાના ફેક્ટરી ધારક મજૂરો વિગેરે આ પ્રદર્શનમાં દેખાવ કાર્ય માં તસવીરમાં નજરે પડે છે અત્રે નોંધનીય છે કે જેતપર પીપળી રોડ રસ્તા પર રાત દિવસ સતત વાહનોની અવર જવર છે કારણકે ત્યાં કારખાના ફેકટરીઓ તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તાર તેમજ અમદાવાદ જિલ્લા કચ્છ તરફનો માર્ગ પણ નીકળતો હોય જેથી તે વિસ્તારમાં રાતદિવસ વાહનોની અવરજવર રહી છે ત્યારે તે વિસ્તારમાં જ મુખ્ય માર્ગો પર મરામત કરવામાં તંત્ર નિષ્ફળ નીવડયા હોય જેથી વિકાસ લક્ષી સરકારના વિરોધમાં અને તકવાદી નેતાઓ ના દેખાવ સામે પ્રજાએ દેખાવ કર્યાનું પ્રદર્શન જાહેરમાર્ગો માં પ્રજા શક્તિ તસવીરમાં નજરે પડે છે મોટા ભાગે મોરબી જિલ્લો માત્ર કાગળ પર જ હોય તેવો ઘાટ છાશવારે અખબારોના સમાચાર બને છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love