Nari Aawaj

News Website

*ઉત્તરપ્રદેશ ના હાથરસ માં દેશ ની દીકરી મનીષા સાથે થયેલ સામુહિક દુસકર્મ ની ઘટના ના આરોપીઓ ને ફાંસી ની સજા મળે તે માટે હળવદ મામલતદારશ્રી ને આવેદનપત્ર પાઠવ્યું*

Views: 100
0 0
Spread the love

Read Time:1 Minute, 33 Second

દેશની દીકરીના દેશભરમાં ન્યાય અપાવવા માટે આવેદન પત્ર પાઠવવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ ખાતે વાલ્મિકી સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ના યુવાનો એ સંયુક્ત રીતે આવેદન પાઠવી અને આ ઘટના ને સખત શબ્દો માં વખોડી કાઢી છે ઉત્તરપ્રદેશ ના હાથરસ માં દેશ ની દીકરી મનીષા સાથે સામુહિક દુષ્કર્મ ની ઘટના સંદર્ભે હળવદ વાલ્મિકી સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ના યુવાનોએ સંયુકત રીતે આ ઘટના ના આરોપીઓ ને વહેલામાં વહેલી તકે ફાંસી ની સજા મળે તે માટે હળવદ મામલતદારશ્રી ને આવેદનપત્ર પાઠવ્યું હતું અને સાંજે હળવદ શહેર ના સરાનાકા ખાતે સ્વ.મનીષાબેન ને શ્રદ્ધાંજલિ અર્પણ નું કાર્યક્રમ નું આયોજન પણ કર્યું હતુ અને હાજર સર્વે યુવાનો એ આ માનવતા ને લજવે તેવી ઘટના ને સખત શબ્દો માં વખોડી છે સાથે સાથે તાજેતર માં દેશ ના વિવિધ વિસ્તાર રાજસ્થાન અલવર , મેરઠ અને બલરામપુર માં બનેલી દુષ્કર્મ ની ઘટના ને પણ સખત શબ્દો માં વખોડી અને બળાત્કારીઓ ને કડક માં કડક અને મૃત્યુદંડ ની સજા થાય તેવી માંગણી કરવામાં આવી હતી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love