Nari Aawaj

News Website

ખંભાળીયા માં આધારકાર્ડ કાર્ડના કેન્દ્ર વધારવા મુસ્તાક સોઢા અને મુસ્તુફા સુમરા દ્વારા મામલતદાર ને રજૂઆત.

Views: 100
0 0
Spread the love

Read Time:1 Minute, 52 Second

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોટા ભાગે ખંભાળિયામાં જિલ્લાકક્ષાની કચેરીઓ આવેલી છે ત્યારે ખંભાળિયા તાલુકા ની હદમાં 85 જેટલા ગ્રામ્ય વિસ્તારો આવેલા છે જે ગામની વિસ્તારના લોકોને આધારકાર્ડ કઢાવવા માટે ભારે હાલાકી પડી રહી છે જે અંગે યુવા પત્રકારો મુસ્તાક સોઢા અને મુસ્તુફા સુમરા મામલતદાર સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે આધાર કાર્ડ કઢાવવા માટે અરજદારોને હાલાકી ન પડે તે માટે વધારાના સેન્ટર ખોલી ખંભાળિયા તાલુકામાં વસવાટ કરતા લોકોને હાલાકી હળવી કરવા લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં તેઓએ જણાવેલ વિગત એવી છે કે ખંભાળિયા તાલુકામાં આધારકાર્ડ ના એક થી બે જેટલા સેન્ટર આવેલા છે.જેથી ગ્રામ્ય વિસ્તારના અરજદારોને ભારે હાલાકી પડી રહી છે.ખંભાળિયા તાલુકાનું સલાયા ગામ નગરપાલિકા વિસ્તાર આવેલું હોય અને વધુ વસ્તી ધરાવે છે . છતાં ત્યાં આધારકાર્ડ કઢાવવા માટે નું હાલ માં કોઈ સેન્ટર નથી . તેથી સલાયા ગામે તત્કાલ આધારકાર્ડ ના સેન્ટર ફાળવવામાં આવે તેવી મામલતદાર અને પ્રાંત અધિકારી ને રજૂઆત કરી યોગ્ય કરવાની માંગણી કરી છે . તેમજ આધાર કાર્ડ સેન્ટર માં માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ જળવાઈ તેની વ્યવસ્થા કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love