ગુજરાત રાજ્યમાં પોલીસની પ્રજા રક્ષક તરીકેની ઓળખ અનુભવી વ્યક્તિઓ જ આપી શકે બાકી દૂરથી ડુંગરે રળિયામણા લાગે એવું જ કાંઈક ગુજરાતની પોલીસની કામગીરી ઘણીવાર અખબાર ના સમાચાર બને છે ઘણા નબળી દૃષ્ટિ ના લોકો પ્રજા રક્ષક પોલીસને નેગેટિવ વિચાર ધારી મનવો મહેસૂસ કરે છે વાસ્તવિકતા કંઈક જુદી હોય છે એવું જ કાંઈક મોરબી જિલ્લા પોલીસ વડાએ દુષ્કર્મનો ભોગ બનેલ અસ્થિર મગજની મહિલા ના ચાર વર્ષના બાળકને દત્તક લઇ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને જૂનાગઢ પોલીસે ૭૦ વર્ષના વૃદ્ધ મહિલા કોરોના પોઝેટીવ માં મૃત્યુ પામ્યા હોય તેના કાન નાક માં પહેરવાના દાગીના સોનાના 50000 રૂપિયા એના પરિવારજનોને અપાવ્યા છે જેથી પોલીસની પ્રમાણિકતા ફરજ ના ભાગે પ્રજા ના રક્ષક તરીકેની રહી છે જે ભૂમિકામાં ઈદ હોય કે દિવાળી તહેવારો નિમિત્તે કોમી એકતાના પ્રતીક હિંદુ-મુસ્લિમ સમાજની સેવામાં પોલીસ અધિકારીઓ ફરજ ના ભાગે પોતાના પરિવારથી દૂર અને પ્રજા નજીક રહી ફરજ નિભાવે છે અને અસામાજીક પ્રવૃતિઓને અટકાવવામાં પણ પોલીસ નું યોગદાન રહ્યું છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી એવા ઘણા બધા ઉદાહરણો પોલીસના રહ્યા છે જેની નોંધ લખવા બેસીએ તો ઈતિહાસના પાનાં ઓ ખૂટી પડે કારણ કે પોલીસ કોઇ પણ એક “માનવ” છે અને જેમ એક જ પરિવારમાં એક જ ઘરના વ્યક્તિઓમાં દરેકની સોચ અલગ હોય છે જેમ કુદરતે આપણા શરીરના અંગ માં પણ એક સરખી આંગળીઓ આપી નથી કેમ? એવુજ કાયક અમુક માનવો પોલીસને નબળી દૃષ્ટિ એજોવાની કુળ ટેવ માં ટેવાયેલા વ્યક્તિ ઓ ભૂલવું ના જોઈએ કારણ કે પોલીસ પણ ગરીબને મદદગાર બને છે ફરિયાદી ખોટા હોય કે સાચા હોય તેને સાંભળીને ન્યાય આપવાના પ્રયાસો કરે છે સત્યની સાથે પોલીસ હોય ને ખોટા ને પોલીસ કેમ?ગમે!? પોલીસ નો ઉદ્દેશ છે સો ગુનેગાર ભલે છૂટે પણ કોઈ એક નિર્દોષ ના ફસાય એટલે ઘણી બધી કાયદામાં પોલીસ ના હાથ લોકશાહી દેશમાં પણ બાંધેલા હોય એમ તે આમ પ્રજાની જેમ સેવાકીય કાર્યોને દેખાવ પ્રદર્શન સસ્તી પ્રસિદ્ધિ કરતું નથી ઘણા બધા પોલીસ કર્મચારીઓ પોતાની યથાશક્તિ પ્રમાણે માનવ સેવા કાર્ય કરે છે અને પોલીસ ના ભાગે પણ મોડી રાત્રે વહેલી સવારે પેટ્રોલિંગ દરમિયાન ચોરી લૂંટ મારામારી લુખ્ખાગીરી ગુંડા તત્વો સામે પોતાના જીવના જોખમે ફરજના ભાગ એ કાર્ય કરી ને માનવતાનું ઉદાહરણ પૂરું પાડે છે એ પણ ભૂલવું ન જોઈએ કોરોના જેવી ભયંકર વાયરસ મા માનવ માનવ થી દુર ભાગી રહ્યો હતો ત્યારે પણ પોલીસ દર્દીઓને પકડવા મા અમુક પોલીસે જીવ પણ ગુમાવ્યો છે એ ભૂલવું ના જોઈએ રિપોર્ટ આરીફ દિવાન મોરબી
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ