Nari Aawaj

News Website

સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, એસવીઆઇટી-વાસદ દ્વારા ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) ના સહયોગથી “રોડ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી પર નેશનલ લેવલ નું વેબિનાર યોજાયું.

Views: 102
0 0
Spread the love

Read Time:2 Minute, 28 Second

સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, એસવીઆઇટી-વાસદ ખાતે ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) ના સહયોગથી “રોડ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી” તાજેતરમાં એક નેશનલ લેવલનું વેબિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ, રિસર્ચ સ્કોલર, પ્રધ્યાપકો અને પ્રેક્ટિસીંગ એન્જિનિયર્સે ભાગ લીધો હતો. આ વેબિનારનો ઉદ્દેશ્ય આજની માંગને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને અદ્યતન માર્ગ બાંધકામનાં પ્લાન્ટ્સ અને મશીનરીઓ, માર્ગ બાંધકામની સામગ્રી પરીક્ષણ અને આધુનિક માર્ગ નિર્માણ તકનીક વિશે જાગૃત કરવાનો હતો. શ્રી ધનેશ કુમાર (સિનિયર રિસર્ચ મેનેજર, આર એન્ડ ડી, આઇઓસીએલ), શ્રી સુમિત ગુડેસર (નેશનલ સેલ્સ મેનેજર, ટીકીટર અને શેલ ઈંડિયા પ્રા.લિ.) અને શ્રી પી.ચૌધરી (જીએમ, પ્લાન્ટ એન્ડ મશીનરી, આરકેસી ઇન્ફ્રાબ્યુલ્ટ પ્રા. લિ.) વેબિનાર દરમિયાન માર્ગ બાંધકામ તકનીક, બિટુમીન ડેરિવેટિવ્ઝ, હાઇવે કન્સ્ટ્રક્શનમાં ઉપયોગમાં લેવામાં આવતી પ્લાન્ટ અને મશીનરી જેવા વિવિધ વિષયો પરનું તેમનું વક્તવ્ય આપ્યું હતું. આ વેબિનરનું આયોજન સિવિલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. એસ.વી.આઈ.ટી.વાસદ ના આચાર્ય ડૉ. એસ.ડી.ટોલીવાલ દ્વારા વેબિનારને સફળ બનાવનાર અને વિદ્યાર્થીઓને પોતાના અનુભવનું જ્ઞાન પિરસનાર તકનીકી વિશેષજ્ઞોનું આભાર વ્યક્ત કર્યું હતું. એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ,સેક્રેટરી શ્રી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી દિપકભાઈ પટેલ, આચાર્ય ડૉ. એસ. ડી. ટોલીવાલ દ્વારા વેબિનાર ની સફળતાં માટે ડૉ.ડી.પી.સોની અને તમામ પ્રાધ્યાપકો ને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love