સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ઓનલાઈન ટાઈ એન્ડ ડાઈ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ભરૂચ જિલ્લામાંથી મોટા પ્રમાણમાં બહેનોએ ભાગ લીધો હતો. ટાઈ એન્ડ ડાઈ ના નિષ્ણાંત રાની છાબરા દ્વારા ફેવિક્રીલ કલર દ્વારા સુતરાઉ કપડાં પર બહેનોને બાંધણીની વિવિધ ડિઝાઇન, લહેરીયું બનાવતાં શીખવ્યું હતુ. રાની છાબરા જેઓ અંકલેશ્વર ની એસવીઈએમ સ્કુલમાં લાઈબ્રેરીયન તરીકે કામ કરે છે. જેઓ ફેવિક્રીલ, પેડિલાઈટ આર્ટ એન્ડ કાફ્ટના સર્ટિફાઇડ એક્સપર્ટ છે. આર્ટ માં રસ ધરાવતા હોય તેવા બહેનોને તેઓ વિવિધ પ્રકારના આર્ટ એન્ડ કાફ્ટ શિખવે છે. સંસ્કૃતિ ટ્રસ્ટ ના સ્થાપક હેમાબેન પટેલ દ્વારા આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમનું કહેવું હતુ કે આવા વર્કશોપથી બહેનોમાં આર્ટ અને કાફ્ટ પ્રત્યે રૂચિ જાગશે અને ભવિષ્યમાં તેઓ પોતે આ ક્ષેત્રમાં પ્રગતિ કરી આર્થિક રીતે પગભર બની શકશે. ભાવેશ મુલાણી, ભરૂચ.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ