વાંકાનેર: શહેર પોલીસની હદમાં આવેલા વિવિધ વિસ્તારોમાં ફરજનિષ્ઠ પોલીસ કર્મચારીઓ દ્વારા અસામાજીક પ્રવૃતિઓને નષ્ટ નાબૂદ કરવા માટે સતત પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લા પોલીસ વડા ની સૂચનાઓ ધ્યાને રાખી મોરબી જીલ્લાના વાંકાનેર સીટી પોલીસ મથકના પી.આઈ બી.પી. સોનારા ના માર્ગદર્શન થી ડી સ્ટાફ દારૂ જુગાર ના દુષણ નસ્ત નાબૂદ કરવા માટે સતત પેટ્રોલિંગ અને બાતમીદારોને ધ્યાને દારૂ જુગાર જેવી પ્રવૃત્તિ અટકાવવા પ્રયાસ કરી રહી છે ત્યારે સિટી પોલીસની હદમાં 22 અંગ્રેજી દારૂની બોટલ સાથે બે વ્યક્તિઓને ઝડપી પાડી પો.હી. કલમ- ૬૫-ઈ.૧૧૬-બી.૮૧ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી છે જેથી મોરબી જિલ્લાના વાંકાનેર સીટી પોલીસની હદમાં દારૂ અને જુગાર પ્રવૃત્તિઓમાં ક્રાઇમ રેટ હળવો થતો હોય તેમ લાગી રહ્યું છે પી.આઈ બી.પી. સોનારા ના માર્ગદર્શન થી ડી સ્ટાફ તેમજ સમગ્ર સીટી પોલીસ ફરજ ના ભાગે અસામાજીક પ્રવૃતિઓને અટકાવવા તેમ જ કાયદા તોડ વાહનચાલકો ટ્રાફિક નિયમ નો ભંગ કરતા સામે વાંકાનેર સીટી પોલીસે બાજનજર રાખી અને દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓને અટકાવવા ના પ્રયાસો કરી રહી છે જેમાં વાંકાનેરના બે યુવાનોને અંગ્રેજી દારૂની બોટલો 22 નંગ સાથે ઝડપી લીધા છે જેમાં આરોપી નંબર 1 હાર્દિક ગોવિંદભાઈ અશયા( લોધા) ઉંમર વર્ષ 29 ધંધો ડ્રાઇવિંગ રહે વાંકાનેર તેમજ આરોપી નંબર બે કિસન ઉર્ફે કાનો અશોકભાઈ લુહાણા ઉંમર વર્ષ 27 ધંધો મજુરી રહે વાકાનેર વાળાને કુલ મુદ્દામાલ 17600 સાથે ઝડપી પાડેલ છે જેમાં એક મોબાઈલ સેમસંગ કંપનીનો જેની કિંમત રૂપિયા 5000 તેમજ મોબાઈલ vivo કંપની કિંમત 6000 અને 22 બોટલ દારૂ ની કિંમત રૂપિયા 6600 મળી કુલ મુદ્દામાલા 17600 સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી છે નું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ