Nari Aawaj

News Website

*હળવદ ખાતે રોટરી કલબ ઓફ હળવદ દ્વારા દસ દીવસનો કાર્યક્રમ અનોખી રીતે ઉજવાયો ૧૩૦૦ બાળકો ને ભરપેટ ભોજન કરાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું*

Views: 126
0 0
Spread the love

Read Time:2 Minute, 6 Second

હળવદ પંથકમાં જ્યાં પ્રજાના પ્રતિનિધિઓ નથી પહોંચ્યા ત્યાં માનવ સેવા નું કાર્ય કરતી સંસ્થા માનવ સેવા આપે છે જે સતત હળવદ પંથકમાં જરૂરત મંદ ની મદદે રહી માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહી છે જેમાં દાતાઓનો પણ સહયોગ મળી રહ્યો છે ત્યારે ગત તારીખ 1 10 2020 તારીખ 10 10 2020 સુધી એમ દસ દીવસનો કાર્યક્રમ હળવદ ના જુદા જુદા વિસ્તારોમાં સ્વ. સુશીલાબેન વાસુદેવ ભાઈ જોશીના સ્મરણથૅ 1300 બાળકોને ભરપેટ તાજી સ્વાદિષ્ટ રસોઈ વિતરણ કરવામાં આવી હતી શાક રોટલી છાશ ઉમરા બટેટા બ્રેડ જુદી જુદી બાળકોને ગમતી વેરાયટીઓ જુદા જુદા વિસ્તારોમાં વિતરણ કરી બાળકો ને ભરપેટ ભોજન કરાવી સ્વ. સુશીલાબેન વાસુદેવભાઈ જોશીને શ્રદ્ધાંજલિ આપી આ કાર્યક્રમ હળવદ રોટરી કલબ ઓફ હળવદ દ્વારા યોજવામાં આવ્યો હતો જેને સફળ બનાવવા માટે મનોજભાઈ જોશી અને દીપકભાઈ જોશીએ રોટરી ક્લબ ઓફ હળવદ સાથે માતાશ્રી ને અનોખી શ્રદ્ધાંજલિ પાઠવી બાળકોને આશિષ મેળવ્યા હતા અત્રે નોંધનીય છે કે હળવદ પંથકમાં છેવાડાના વિસ્તારમાં રોટરી કલબ ઓફ હળવદ દ્વારા પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ પહેલા સખી દાતાઓના સહયોગથી અને સંસ્થા દ્વારા જરૂરતમંદો ને મદદ ની વહારે હળવદ પંથકમાં રોટરી કલબ હળવદ દ્વારા માનવ સેવા નું અનોખું કાર્ય થઈ રહ્યું છે જેમાં સેવાના રણ વિસ્તાર થી લઈ હળવદ શહેર ના દરેક વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિ કરી નાતજાતના ભેદભાવ રાખ્યા વગર માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love