મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂ-બીયર નો મુદામાલ લાંબા સમયથી પડેલ હોય જેનો નાશ કરવા સારૂ મોરબી જિલ્લા મહે.પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાની સુચના અને મોરબી વિભાગ, મોરબીના નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળના વાંકાનેર નામદાર કોર્ટમાં થી રપ ઇગ્લીશ દારૂના ગુનાઓમાં મુદ્દામાલ નાશ કરવા માટે, હુકમ મેળવી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા પ્રોહીબીશન પરપ્રાંતિય ઇગ્લીશ દારૂ-બિયરનો મુદ્દામાલ વાંકાનેર સબ ટીવી. મેજી.એન.એફ.વસાવા તથા મોરબી વિભાગ,મોરબીના નાયબ પોલીસ અધિક્ષક,રાધીકા ભારાઇ તથા નશાબંધી અધિકારી એચ.જે.ગોહિલ તથા વાંકાનેર,મામલતદાર સાહેબ તથા વાંકાનેર તાલુકા પોલીસ સબ ઇન્સ.આર.પી.જાડેજા નાઓની હાજરીમાં વાંકાનેર તાલુકાના બાઉન્ડ્રી તરફ જવાના રોડ પર આવેલ તીર્થ હોટલ પાછળ જુના બંધ નેશનલ હાઇવે રોડ ઉપર કુલ-રપ ગુનાઓનો ઇગ્લીશ દારૂ-બીયરનો જથ્થો બોટલ નંગ-૧૪,૮૯૫ જેની કી.રૂ.૪૭,૧૪,૩૪૫/-નો વિશાળ જથ્થો રોલર ફેરવી નાશ કરવામાં આવેલ હતો.
*વાંકાનેર તાલુકા પોલીસે ૪૭ લાખની ૧૪ હજાર ઈંગ્લિશ દારૂની બોટલો પર બુલડોઝર ફેરવ્યુ*
Views: 130


Read Time:1 Minute, 41 Second



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ