“રોડ રસ્તા ના હાલ બેહાલ પાણી વિતરણ ભૂગર્ભ ગટર સહિતની સેવાઓ માં ધાંધિયા” ગુજરાતમાં વિકાસ… વિકાસ… કેનારા નેતાઓ કેવા થાક્યા નથી!!! પરંતુ ગુજરાતમાં સુરેન્દ્રનગર વિસ્તારના લોકો સાંભળી સાંભળીને થાકી ગયા હોય તેમ લાગી રહ્યું છે રોડ રસ્તા ના હાલ બેહાલ અને પાણી વિતરણ સહિત ભૂગર્ભ ગટર વગેરે વગેરે સમસ્યાઓથી સુરેન્દ્રનગર શહેર જિલ્લાના લોકો સમસ્યાઓથી તંગ આવી ગયા છે ત્યારે માર્ગો પર માત્ર થુંક ના સાંધા ની જેમ સુરેન્દ્રનગર શહેર જિલ્લામાં ચારો તરફ મોટાભાગે વિકસી વિસ્તરી રહ્યો છે છતાં જિલ્લા કક્ષાના અધિકારીઓ કે પ્રજાના પ્રતિનિધિઓ પ્રજાહિત કાર્યમાં નિષ્ફળ નીવડયા હોય તેમ એક નહિ અનેક સમસ્યાઓથી સુરેન્દ્રનગર જિલ્લાની પ્રજા પરેશાન બની છે ત્યારે ચૂંટણી વખતે વિકાસ… વિકાસ… કહેનારા તકવાદી નેતાઓ બોલવામાં કે પ્રચાર-પ્રસારમાં કહેવામાં થાક્યાના હોય તેમ સુરેન્દ્રનગર પંથકમાં સાંભળનાર પ્રજા મતદાર થાકી ગઈ છે જેના પરિણામે આજની તારીખે સુરેન્દ્રનગર શહેરમાં રોડ રસ્તા થી લઈ પીવાના પાણી ગટર અને ભૂગર્ભ ગટર જેવી વિવિધ પ્રકારની સમસ્યાઓથી પરેશાન છે ત્યારે ખરા અર્થમાં સુરેન્દ્રનગર શહેર જિલ્લાનું વિકાસ લક્ષી કાર્ય કયારે!? તે એક ગંભીર મતદાર પ્રજા માટે ચિંતાજનક રહી છે!!! માર્ગો પર થુંક ના સાંધા કરતા તંત્ર અવારનવાર અખબારના સમાચાર માં ચમકતા રહ્યા છે ત્યારે વાસ્તવિકતા મા સુરેન્દ્રનગર પંથકમાં પ્રજાહિત વિકાસ લક્ષી કાર્ય માં ચૂંટાયેલા નગરસેવકો ધારાસભ્યો અને વિકાસ ની વાતો કરનારાઓ સતત નિષ્ફળ નીવડયા છે એવું જ સુરેન્દ્રનગર પંથકની પ્રજા મહેસુસ કરી રહી છે જે થૂંકના સાંધા માર્ગ કરતી તસવીર માં દેખાય છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ