Nari Aawaj

News Website

*રંગભૂમિના કસબી કિશોરભાઇ સચદેના નિધનથી કલાજગતમાં શોકની લાગણી*

Views: 94
0 0
Spread the love

Read Time:2 Minute, 13 Second

“છેલ્લા દોઢ મહિનાથી શ્ર્વાસની તકલીફ હોવાથી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. ગઇકાલે બપોરે દોઢ વાગ્યે 73 વર્ષની ઉમરે અંતિમ શ્ર્વાસ લીધા” રાજકોટ : કલાજગત માટે દુ:ખદ સમાચાર છે. રંગભૂમિ પર પરદા આગળ અને પરદા પાછળ કિરદાર નિભાવતા કિશોરભાઈ સચદેનું નિધન થયું છે. કિશોરભાઈ છેલ્લા દોઢ મહિનાથી શ્વાસની તકલીફ હોવાથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. આજે બપોરે દોઢ વાગ્યે 73 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લેતા કલાજગતમાં શોકની લાગણી છવાઈ છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં રંગભૂમિના ક્ષેત્રે આગવું નામ ધરાવતા કિશોરભાઈ સચદે ’બાબલો’ના હુલામણા નામથી જાણીતા હતા. કિશોરભાઈ છેલ્લા 40 વર્ષથી વધુ સમયથી નાટક ક્ષેત્ર સાથે જોડાયેલા હતા. રાજકોટને જ જન્મભૂમિ અને કર્મભૂમિ બનાવનાર કિશોરભાઈએ ગુજરાત અને મુંબઇના અનેક નાટકોના સેટની ડિઝાઇન તૈયાર કરી હતી. પિતા પગલે ચાલી સેટ ડિઝાઈનિંગનું કાર્ય કરતા ચિરાગ સચદેએ સાંજ સમાચારને જણાવ્યું હતું કે, તેમના પિતા કિશોરભાઈને શ્વાસની તકલીફ થતા છેલ્લા દોઢ મહિનાથી ગિરિરાજ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તબિયત સુધારા પર હોવાથી તેમને ઘરે લાવવામાં આવ્યા હતા અને અહીંથી તેમની સારવાર ચાલુ હતી. ગઇકાલે બુધવારે બપોરે દોઢ વાગ્યે તેમને અંતિમ શ્વાસ લીધા હતા.સૌરાષ્ટ્રની કલા પ્રવૃત્તિ જેના નામે સુપેરે પરિચિત છે તેવા કિશોર સચદેની ઓચિંતી વિદાયથી કલાકારો, આ ક્ષેત્ર સાથે જોડાયેલા કસબીઓ અને સુજ્ઞ પ્રેક્ષકો સહિત સચદે પરિવાર શોકની લાગણીમાં ગરકાવ થયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love