‘નિર્ભયા દિવસ’ નિમિત્તે મહિલા પોલીસ-રાજકોટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ધાબણા અને કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે સિવિલ હોસ્પિટલમાં મહિલા પોલીસે જઈને દર્દીઓને હાથે ધાબળા ઓઢાડ્યા હતા તો જેમને ધાબળાની જરૂર હતી તેમને ધાબળાનું વિતરણ કર્યું હતું. આ વિતરણ તેમણે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જયેશ ઉપાધ્યાય સહિતનાને સાથે રાખીને કર્યું હતું. આ ઉપરાંત મહિલા પોલીસ મથક ખાતે કર્મીઓને નાસ લેવાના મશીન સહિતની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું જે ઉપરોક્ત તસવીરમાં દ્રશ્યમાન થાય છે.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ