હળવદ શહેરમાં શિક્ષણ માટે વખણાતી અને પ્રચલિત એવી તેમજ તાલુકા અને જિલ્લામાં સૌથી વધુ આશરે 900 વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી સરકારી શાળા નંબર 4 માં રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણમાં વધુ અને ઝડપી સુધાર આવે અને સારું પરિણામ મળે એવા હેતુથી ટચ સ્ક્રીન ઇટરેકટિવ વાઈટ બોર્ડ, લેપટોપ, વ્યુ સોનિક શોર્ટ થ્રો પ્રોજેક્ટર,2 સ્પીકર સાથેનુ હોમ થિયેટર સાથેના સેટનો સ્માર્ટ કલાસ 1 લાખ ના ખર્ચે ઉભો કરી આપવામાં આવ્યો હતો. દુનિયા આજે ડિજીટલ પદ્ધતિઓ તરફ જઈ રહી છે. ત્યારે બોર્ડ ઉપર વિદ્યાર્થીઓને ભણવાની રીતભાત પણ ડિજીટલ થઈ રહી છે. વર્તમાન સમયમાં , મલ્ટીમીડિયા અને ડિજીટલ નેટવકર્સ જેવી નવી ટેકનોલોજીઓ શિક્ષણક્ષેત્રે શિક્ષણ આપવાની પ્રક્રિયાઓ પર અસર પાડી રહી છે. ત્યારે ટેકનોલોજીના ઉપયોગથી જ્ઞાનના આદાનપ્રદાનની પદ્ધતિઓમાં પરિવર્તન આવ્યું છે અને તેનાથી વિદ્યાર્થીઓને વર્ગખંડમાં વધુ સક્રીય રાખવામાં મદદ મળે છે . આવનાર યુવાપેઢીને ડિજીટલ દુનિયાનો પરિચય કરાવવા માટે આ સ્માર્ટ કલાસ અતિ ઉપયોગી પુરવાર થાય છે. જે સ્માર્ટ કલાસ શિક્ષણની નવી સંભાવનાઓના દ્વાર ખોલે છે અને વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન પુરું પાડે છે . ટેકનોલોજી દુનિયામાં ઘણું બધુ મહત્વ ધરાવે છે. સ્માર્ટ ક્લાસની મદદથી માત્ર એક જ ક્લિક પર એક નવી દુનિયા તમારી સમક્ષ આવી જાય છે . તેના કારણે શાળાના વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ જ્ઞાનનો મહત્તમ લાભ ઉઠાવી શકે છે .તેનો હેતુ ટેકનોલોજીના ઉપયોગથી વર્ગખંડનો માહોલ જીવંત રાખવા માટે અપાર સંભાવનાઓને ઉજાગર કરવાનો છે. સ્માર્ટ કલાસથી વીડિયો,ફોટોગ્રાફસ,ઈંટરનેટ,યૂટ્યૂબ વગેરે આસનીથી જોઈ શકાય છે એમાં આપવામાં આવતા વિવિધ સ્માર્ટ ટૂલ્સ દ્વારા ગણિત,વિજ્ઞાન,અંગ્રેજી જેવા અઘરા વિષયોને ટૂ ડી ,થ્રિડી એનિમેશન અને ડાયાગ્રામની મદદથી સરળતાથી સમજાવી શકાય છે. આ પ્રોજેક્ટનું ડોનેશન નારાણજી કલુભા જાડેજા, (N. K.) નાની ખાખર (ભુજ) તરફથી આપવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં શાળાના આચાર્ય રાજેશભાઈ જાકાસણીયા અને સ્ટાફ મિત્રોનો ખૂબ સહકાર સાંપડ્યો હતો. વિશાલ જયસ્વાલ હળવદ
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ