મોરબી નજીકના વાવડી ચોકડી પાસે ગઇકાલે ગૌરક્ષકોએ ૧૪ વાછરડા ભરેલા એક ટ્રકને ત્રણ શખ્સોની સાથે પકડ્યો હતો જો કે, એક આરોપી નાશી ગયો અને અને અન્ય બે ને એ ડિવિઝન પોલીસને હવાલે કરીને હાલમાં કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે જાણવા મળતી વિગતો મુજબ ગાઈકલે વાવડી રોડ ઉપર ગૌરક્ષકો વોચમાં હતા ત્યારે ટ્રક નંબર જી.જે. ૩ ડબલ્યુ ૯૧૦૧ ત્યાથી પસાર થઈ રહયો હતો જેને ગૌરક્ષકોની ટીમે રોક્યો હતો અને આ ટ્રકની તલાશી લેતા તેમાં કુરતાપૂર્વક બાંધેલી હાલતમાં ૧૪ વાછરડાઓ મળી આવ્યા હતા. જેથી ટ્રકમાં બેઠલા ત્રણ શખ્સોની પૂછપરછ કરતા ત્યારે જત મુસા હાજી શાલીમહમદ રહે લખપત વાળો નાસી છૂટ્યો હતો જો કે, ગૌરક્ષકોએ વાછરડા સાથેનો ટ્રક જે મુદ્દામાલની કુલ કિંમત ૫.૨૮ લાખ તેમજ બે આરોપીઓ જયેશભાઇ ભરતભાઇ ચૌહાણ રહે કેશોદ અને મુન્ના અમરશીભાઈ ચાવડા રહે કારેજ, માંગરોળ વાળાને પકડીને એ ડિવિઝન પોલીસ સ્ટેશને સોપયા હતા અને આ અંગે હાલમાં ગૌરક્ષક કમલેશભાઈ ભગવાનભાઇ બોરીચાએ મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને નાશી છૂટેલા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ