“હોંગકોંગના ધનિક પરિવારની મહિલાઓને વૈરાગ્ય ભાવ જાગ્યો:પુત્રી, માતા તથા દાદી આગામી મે મહિનામાં ડીસા ખાતે સંયમના માર્ગે પ્રયાણ કરશે” અમદાવાદ: વૈભવ, વિલાસ કે સુખોપભોગના સાધનો માત્ર સુખની ભ્રમણા છે, જ્યારે આત્મિક સુખ પ્રાપ્ત કરવા સંયમના માર્ગે ગયા વગર છુટકો નથી. સર્વ ત્યાગનો માર્ગ આત્મકલ્યાણ માટે શ્રેષ્ઠ છે.અમદાવાદમાં એક જ પરિવારના દાદી, માતા અને પુત્રી સંસારના બંધનો તોડીને સંયમનો માર્ગ ગ્રહણ કરવા તલપાપડ બન્યા છે. હોંગકોંગમાં રહેતા આ પરિવાર અત્યંત ધનિક છે. વૈભવ વચ્ચે પણ આત્મિક શાંતિ ન મળતા તથા પૂ. જૈન ગુરુ ભગવંતોની વાણીનું શ્રવણ કરતાં મા, દીકરી અને દાદીએ સંયમના માર્ગે જવાનો નિશ્ર્ચય કર્યો છે, આગામી મે માસમાં તેઓ પ્રવ્રજ્યા ગ્રહણ કરશે.હોંગકોંગના રહેવાસી પરીસી શાહ (ઉ.વ. 23), માતા હેતલ મહેતા (ઉ.વ. 59) તથા દાદી ઇંદુબેન શાહ (ઉ.વ. 73) વગેરે હાલ મુંબઇમાં છે અને મે માસમાં પૂ. રામસૂરિ સમુદાયના સાધ્વી હર્ષસીતા શ્રીજી મ.ના સાંનિધ્યમાં દીક્ષા ગ્રહણ કરશે દીક્ષા ડીસા ખાતે યોજાશે. પરીશી શાહે જણાવ્યું કે હોંગકોંગમાં ફીલોસોફી વિષયમાં ડિગ્રી મેળવી છે તથા સ્કૂલનો અભ્યાસ પણ હોંગકોંગમાં કર્યો છે.પરીશીના પિતા ભરતભાઇ મહેતા હીરા બજારમાં છે. કે.પી. સંઘવી એન્ડ સન્સ સાથે સંકળાયેલા છે. તેનો ભાઇ જૈનમ અમેરિકામાં અભ્યાસ કરી રહ્યો છે.પરીશી જ્યારે ભારત આવતા ત્યારે માતા તેને દેરાસર તથા પૂ. ગુરુ ભગવંતો પાસે લઇ જતી. પરૂ. સાધ્વીજી મહારાજ સાથે વાર્તાલાપ થતો અને તેમની પાસેથી જૈન દર્શનનું જ્ઞાન પરીશી મેળવતી રહી અને તેને વૈરાગ્ય ભાવ જાગ્યો અને સંયમ ગ્રહણ કરવાનો નિર્સાસ જાહેર કર્યો. ત્યારબાદ માતા અને દાદીમાએ પણ આત્મ કલ્યાણ અર્થે દીક્ષા ગ્રહણ કરવાનો મનસુબો વ્યકત કર્યો આગામી મે માસમાં ત્રણેય મુમુક્ષુઓ પ્રવ્રજ્યા ગ્રહણ કરીને આત્મ કલ્યાણની આરાધના કરશે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ