“દિલ્હી બોર્ડરે ખેડૂતોના અપમાનના મુદે” અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા 3 કૃષિ બીલના વિરોધમાં દિલ્હી બોર્ડર પર શાંતિપૂર્ણ વિરોધ કરનારા ખેડૂતો વિશે ટિપ્પણી કરનાર ડેપ્યુટી સી.એમ. નીતીન પટેલને આપ પાર્ટીના સભ્ય ભેમાભાઇ ચૌધરીએ લીગલ નોટીસ મોકલી છે. બનાસકાઠાના ખેડૂત અને આમ આદમી પાર્ટીના સભ્ય ભેમાભાઇ ચૌધરીએ ડે. સી.એમ. નીતિન પટેલને મોકલાવેલી લીગલ નોટીસમાં એવા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મંત્રીએ પોતાના નિવેદનમાં ખેડૂતોને ખાલીસ્તાનની અને ટુકડે ટુકડે ગેંગ સાથે સરખાવ્યા છે. આવા આક્ષેપ કરવામાં આવ્યો છે. પોતે પણ ખેડૂત હોવાથી તેમને આવા નિવેદનથી દુ:ખ પહોંચ્યું છે. તેમણે લીગલ નોટીસમાં નીતીન પટેલને 7 દિવસ સુધીમાં બીન શરતી માફી માંગવાની માંગ કરી છે. નોટીસમાં વધુમાં જણાવેલ છે કે કેટલાક દેશ વિરોધી તત્વો દ્વારા પ્રઆયોજીત વિરોધમાં ખેડૂતો પીઝા અને પકોડા માટે વિરોધ કરી રહ્યા છે. દિવસ 7માં મંત્રી માફી નહીં માંગે તો તેમની સામે લીગલ કાર્યવાહી કરવાનું જણાવ્યું છે.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ