Nari Aawaj

News Website

કરૂણા અભિયાન અંતર્ગત પાલનપુર મુકામે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

Views: 102
0 0
Spread the love

Read Time:3 Minute, 54 Second

ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે જિલ્લામાં ૧૪ કંટ્રોલ રૂમ શરૂ કરાશે (માહિતી બ્યુરો, પાલનપુર) ઉત્તરાયણના તહેવાર દરમ્યાન ઘાયલ થયેલા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેવા ઉમદા આશયથી જીવદયા પ્રેમીઓ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરૂણા અભિયાન ચલવવામાં આવે છે. કરૂણા અભિયાન અંતર્ગત પાલનપુર મુકામે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. કરૂણા અભિયાન હેઠળ તા.૧૦/૦૧/૨૦૨૧ થી તા.૨૦/૦૧/૨૦૨૧ સુધી સવારના ૭.૦૦ થી ૧૮.૦૦ કલાક સુધી તમામ પશુ સારવાર કેન્દ્રો તથા કલેક્શન કમ ટ્રીટમેન્ટ સેન્ટર ખાતે જરૂરી સુવિધા કાર્યરત રહેશે. ઉત્તરાયણના પર્વ પ્રસંગે કોઇ વ્યક્તિ કે પશુ- પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લામાં ૧૬ જેટલાં તાલુકા નોડલ ઓફિસરોની નિમણુંક કરવામાં આવી છે. ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે સમગ્ર જિલ્લામાં ૧૪ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. પક્ષીઓ બચાવવા માટે ૮૩ ટીમો, ૬૧ સરકારી સારવાર કેન્દ્રો, ૪૮ સરકારી ર્ડાકટરો, ૭ જેટલી સ્વૈચ્છીક સંસ્થાઓ અને ૭ સ્વૈચ્છીક ર્ડાકટરો, ૧૮૩ સ્વયંસેવકો, ૧૨૨ વન વિભાગના કર્મચારીઓ ખડેપગે સેવા આપશે. આ ઉપરાંત કરૂણા અભિયાન એમ્બ્યુલન્સનો હેલ્પલાઇન નંબર- ૧૯૬૨ પર સંપર્ક કરી ઘાયલ પશુ-પક્ષીઓને સારવાર અપાવી શકાશે. જિલ્લામાં કુલ- ૯૩ જેટલાં કલેક્શન કમ ટ્રીટમેન્ટ સેન્ટર ઉપર ૧૮૩ સ્વંયસેવકો અને ૮ વાહનો તૈનાત રખાશે. વાઇલ્ડ લાઇફ ડિવીઝનના ટોલ ફ્રી નં. ૦૨૭૪૨-૨૫૭૦૮૪ અને સામાજિક વનીકરણ વિભાગના ટોલ ફ્રી નં. ૦૨૭૪૨-૨૫૭૦૫૬ ઉપર ઘાયલ પશુ-પક્ષીઓની જાણકારી આપી શકાશે. બેઠકમાં કલેકટરશ્રી આનંદ પટેલે જણાવ્યું હતું કે, ઉત્તરાયણનો તહેવાર પશુ-પક્ષી અને પર્યાવરણને નુકશાન ન થાય તેવી રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવાય તે જરૂરી છે. તેમણે લોકોને અપીલ કરતાં જણાવ્યું છે કે, પક્ષીઓના જીવ બચાવવા ચાઇનીઝ દોરીઓ અને તુક્કલનો ઉપયોગ ન કરવામાં આવે તેની તેકદારી રાખીએ. તેમણે કહ્યું કે, સવારે પક્ષીઓ માળામાંથી બહાર ચણવા નીકળે ત્યારે અને સાંજે પોતાના માળામાં પરત ફરે તેવા સમયે પતંગ નહીં ચગાવવા લોકોમાં અવેરનેસ લાવવામાં આવે. આ ઉપરાંત ઉત્તરાયણની સાંજે તુક્કલ ન ઉડાવવા અને ફટાકડા ન ફોડવા પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ઉતરાયણના તહેવાર દરમ્યાન ચાઈનીઝ માંઝા, પ્લાસ્ટીક દોરી અને તુક્કલનાં વેચાણ તેમજ તેના ઉપયોગ પર પ્રતિબંધ મુકતુ જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે તેનો કડક અમલ કરવા પોલીસ વિભાગના અધિકારીઓને કલેકટરશ્રીએ સુચના આપી હતી. બેઠકમાં નાયબ વન સંરક્ષક શ્રી મિતેષ પટેલ, નાયબ પશુપાલન નિયામકશ્રી ર્ડા. બી. એમ. સરગરા, પશુપાલન આસી. ડાયરેકટરશ્રી ર્ડા. જે. પી. મજેઠીયા સહિત સ્વૈચ્છીક સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love