“વાહન ચાલક પૂનમભાઈ ભટ્ટ વયનિવૃત્ત : માહિતી પરિવાર દ્વારા અપાઇ ભાવભરી વિદાય” વઢવાણ: રાજય સરકારના માહિતી ખાતામાં ફરજ બજાવતા નાયબ માહિતી નિયામક રાજુભાઈ પંડયા, સહાયક માહિતી નિયામક ડી.પી.પંડ્યા અને વાહન ચાલક પૂનમભાઈ ભટ્ટ વયનિવૃત્ત થતાં તેઓને માહિતી પરિવાર દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવી હતી.માહિતી નિયામક અશોક કાલરિયા, અધિક માહિતી નિયામક અરવિંદભાઇ પટેલ તથા પુલકભાઇ ત્રિવેદી, સંયુકત માહિતી નિયામક શ્રી જી.એફ.પાંડોર અને માહિતી પરિવારના અધિકારી-કર્મચારીઓ દ્વારા સ્મૃતિચિહન અને શ્રીફળ-સાકર તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. માહિતી પરિવારના મોભી અને સૌના માર્ગદર્શક અશોક કાલરિયાએ વયનિવૃત્ત થતા તમામ મિત્રોને નિવૃત્તિ જીવન નિરોગીમય રહે અને નિવૃત્તિનું જીવન પોતાના પરિવાર સાથે વિતાવે એવી શુભેચ્છાઓ આપી હતી. માહિતી પરિવારના સૌ સભ્યો ટીમ વર્કથી કામ કરી રહ્યા છે. જેના પરિણામે ખાતુ સુંદર કામગીરી કરી રહ્યું છે.આ વિદાય વેળાએ અધિક માહિતી નિયામક અરવિંદભાઇ પટેલે વિદાયમાન થતા કર્મીઓને નિવૃત્તિમય જીવન આરોગ્યપદ રહે તેવી શુભેચ્છા પાઠવી માહિતી ખાતામાં તેઓએ આપેલી સેવાઓને બિરદાવીને સંસ્મરણો તાજા કર્યા હતા. જયારે અધિક માહિતી નિયામક પુલકભાઇ ત્રિવેદીએ પણ નિવૃત્ત થતા કર્મીઓને આ નવી ઈનિંગ નવા વિચારો અને નવા પડકારો સાથે જીવનના તમામ ક્ષેત્રે સફળ રહે એવી શુભેચ્છાઓ આપી હતી. વિદાયમાન થતા સૌ અધિકારી-કર્મચારીઓએ તેમના પ્રતિભાવોમાં માહિતી ખાતાના અધિકારીઓનો જે પ્રેમ મળ્યો તે બદલ તેમણે સૌનો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાયબ માહિતી નિયામક હિરેન ભટ્ટે કર્યું હતુ.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ