“મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપે માત્ર 11 અને કોંગ્રેસે 22 કોર્પોરેટરોને મેદાનમાં ઉતાર્યા હતા : વિપક્ષના માથા ઘાયલ:વોર્ડ નં.1માં પૂર્વ ધારાસભ્ય સહિતની પેનલમાંથી મહાપાલિકાને મોટા પદાધિકારી મળવાની શકયતા:વોર્ડ નં.2માં ‘108’ ન દોડી : વોર્ડ નં.4 ફરી ભાજપનો ગઢ : વોર્ડ નં.16માં ઇતિહાસ બદલાવતા ધારાસભ્ય રૈયાણી:સામોકાંઠો ભાજપ સાથે જ રહ્યો : વોર્ડ નં.11માંથી કોંગ્રેસને ઉખેડીને ફેંકતા મતદારો : વોર્ડ નં.13માં પણ પેનલની વિદાય:વોર્ડ નં.10માં પણ દોડતા રહેલા કોંગી નગરસેવકની હાર : વોર્ડ નં.1 અને 14માં કોંગ્રેસ અગાઉથી માઇનસમાં હતી:કોઠારીયા રોડ પર ફરી કમળ ખીલ્યું : વધુ એક વખત કોંગ્રેસ 1995 જેવી સ્થિતિમાં આવી જતા ખળભળાટ” રાજકોટ:રાજકોટ મહાપાલિકાની ચૂંટણીના આવેલા સંપૂર્ણ ભાજપ તરફી ચુકાદાએ કોંગ્રેસને તો ઉંડા આઘાતમાં મુકી દીધી છે, પરંતુ સાથે સાથે ભાજપને પણ જોરદાર સુખદ આંચકા આપ્યા છે. ભાજપની અપેક્ષાથી વધુ વિશ્ર્વાસ મતદારોએ મુકયો છે. અનેક વોર્ડમાં કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડા પાડી દીધા છે. નવી નીતિ હેઠળ ભાજપે મોટા ભાગના જુના જોગીઓને ટીકીટમાંથી કાપી માત્ર 11 કોર્પોરેટરોને ટીકીટ આપી હતી તો કોંગ્રેસે માથાઓ સહિતના 22 કોર્પોરેટરોને ફરી મેદાનમાં ઉતાર્યા હતા. આજની ચૂંટણીના પરિણામમાં ભાજપે જે મોટી ફતેહ હાંસલ કરી હોય તેમાં વોર્ડ નં.16 સૌથી ઉપર આવે છે. કારણ કે વિસ્તાર કોંગ્રેસ સમર્પિત છે. વોર્ડ નં.11માં પણ કોંગ્રેસના સુપડા સાફ થયા છે. વોર્ડ નં.17માં માથાઓની લડાઇમાં ભાજપ જીતી ગયો છે. તો વોર્ડ નં.4ને ફરી ભાજપે ગઢ બનાવી લીધો છે. વોર્ડ નં.13માંથી કોંગ્રેસની વિદાય થઇ ગઇ છે. તો વોર્ડનં.10માંથી કોંગ્રેસના એકટીવ કોર્પોરેટર હારી ગયા છે. કોંગ્રેસે 22 પૂર્વ કોર્પોરેટરો અતુલભાઇ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, દિલીપભાઇ આસવાણી, જાદવ સિમ્મીબેન, કાલરીયા મનસુખભાઇ, વસંતબેન માલવી, પારૂલબેન ડેર, પરેશભાઇ હરસોડા, જાડેજા ઉર્વશીબા, વિજયભાઇ વાંક, સંજયભાઇ અજુડીયા, ડાંગર જાગૃતિબેન, ડુડાણી મકબુલભાઇ, સોરાણી ભાનુબેન, વશરામભાઇ સાગઠીયા, ગેરીયા રસિલાબેન, પરસાણા વલ્લભભાઇ, ગાયત્રીબેન ભટ્ટ, ટાંક જયાબેન, જાડેજા ઘનશ્યામસિંહ, ધર્મિષ્ઠાબા જાડેજા, નિર્મળભાઇ મારૂને ટીકીટ આપી હતી.જયારે ભાજપે દુર્ગાબા જાડેજા, દર્શિતાબેન શાહ, મનીષભાઇ રાડીયા, જયમીન ઠાકર, પરેશભાઇ પીપળીયા, દેવુબેન મનસુખભાઇ જાદવ, પુષ્કરભાઇ પટેલ, જયોત્સનાબેન ટીલાળા, જયાબેન ડાંગર, નીતિનભાઇ રામાણી, અનિતાબેન ગોસ્વામી મળી કુલ 11 નગરસેવક જ નવી ગાઇડલાઇન હેઠળ રીપીટ કર્યા હતા. વોર્ડ નં.1 વોર્ડ નં.1માં ભાજપને ગઢ જળવાઇ રહ્યો છે. ભાજપે ઉતારેલા તમામ નવા ચહેરા વિજેતા બન્યા છે. પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ મહાપાલિકામાં એન્ટ્રી કરી છે. તો યુવા ઉમેદવાર હીરેન લાભુભાઇ ખીમાણીયા (આહિર)ના રૂપમાં ભાજપને નવો યુવા ચહેરો મળ્યો છે. તેમની સાથે ડો.અલ્પેશ મોરઝરીયા અને કોર્પોરેટર દુર્ગાબા જાડેજાની પૂરી પેનલ જીતી છે. આ વોર્ડમાંથી આગામી પાંચ વર્ષની બંને ટર્મમાં મનપાને મોટા પદાધિકારીઓ મળવાની પુરી શકયતા છે. આહિર સમાજના દાનવીર અને અગાઉ શિક્ષણ સમિતિ ચેરમેન તરીકે યાદગાર કામ કરનાર લાભુભાઇ ખીમાણીયા સહિતની ટીમ પર દરેક સમાજના લોકોએ વિશ્ર્વાસ મુકયાનું સાબિત થયું છે. વોર્ડ નં.2 આ વોર્ડમાં ગત ચૂંટણીમાં ભાજપના તમામ ચાર કોર્પોરેટર ચૂંટાયા હતા અને ભાજપે એક સિવાયની પુરી પેનલ રીપીટ કરીને ભરોસો મુકયો હતો. તેમાં આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેનો જયમીન ઠાકર અને મનીષ રાડીયા ભાજપમાંથી ‘અડીખમ’ સાબિત થયા છે. તો પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહએ પણ પોતે કરેલા કામને સાબિત કર્યુ છે. તેમની સાથે મીનાબેન જાડેજા પણ પ્રથમ વખત ચૂંટાયા છે. પૂર્વ વિપક્ષી નેતા કોંગ્રેસના અતુલ રાજાણી વોર્ડ બદલાવીને વોર્ડ નં.રમાં આવતા આ વોર્ડની ચૂંટણી ભારે ગરમી સર્જી હતી. પરંતુ ‘108’ની પ્રતિષ્ઠા ધરાવતા અતુલ રાજાણીની ભૂલ કહો તો ભૂલ અને ભાજપ તરફી વાવાઝોડુ કહો તો તે, કોંગ્રેસની નાવ ડૂબી ગઇ છે. વોર્ડ નં.3 આ વોર્ડ વર્ષોથી કોંગ્રેસના ગઢ જેવો રહ્યો છે. આ વખતે અતુલ રાજાણી વોર્ડ નં.રમાં ચાલ્યા જતા ચૂંટણી પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં કોંગ્રેસે લડી છે. તેમની સાથે અન્ય કોર્પોરેટર દિલીપ આસવાણી, કાજલબેન પુરબીયા, દાનાભાઇ હુંબલ મેદાનમાં હતા. જયારે ભાજપ તરફથી નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ જાડેજા, બાબુભાઇ ઉધરેજા, કુસુમબેન ટેકવાણી, અલ્કાબેન દવે ચૂંટણી લડયા છે. વોર્ડ નં.4 વોર્ડ નં.4માં ભાજપે ફરી એન્ટ્રી મારી છે. ગત ટર્મમાં ભાજપના માત્ર એક અને કોંગ્રેસના ત્રણ સભ્ય ચૂંટાયા હતા તે બાદ પેટા ચૂંટણીમાં એક બેઠક ભાજપે જીતી હતી. આ વખતે કોંગ્રેસના સીટીંગ કોર્પોરેટર સીમીબેન જાદવ અને કોર્પોરેટરના પતિ
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ