ખરેખર જોવા જઈએ તો સ્ત્રી સ્વતંત્રતા.. સમાનતા ની ઉજવણી ના દિવસો હોય જ નહીં..એક સ્ત્રી માટે તે એક સ્ત્રી છે તે જ એની રોજ ની ઉજવણી છે. સમાજ સ્ત્રી ને પોતાની રીતે આગળ વધવાની છુટ આપે તો એના માટે દરરોજ ઉજવણી જ છે. ખાલી કહેવા પૂરતા આપણે એક દિવસ પૂરતું ઉજવણી અને મેળાવડા અને પ્રસંગો યોજીએ છીએ.સોશ્યિલ મીડિયા માં અસંખ્ય મેસેજીસ ફોરવર્ડ કરીએ છીએ.. અમુક કંપનીઓ તો સ્પેશિયલ આજના દિવસે મહિલા ઓ ની brand ની ખરીદી માં ડિસ્કાઉન્ટ આપશે.. ટૂંક માં દરેક ને આ એક જ દિવસ પૂરતું યાદ આવે છે કે “મહિલા દિવસ” જેવું કૈક છે. પરંતુ ખરેખર શું સ્ત્રી સ્વતંત્ર છે? તે પોતાના નિર્ણય પોતાની જાતે લઈ શકે તે માટે આ સમાજ તેને અનુમતિ આપે છે…? આંકડા ઓ ની માયાજાળ માં પડીએ તો સને..1900..1909…1911..એમ સદીઓ માં અલગ અલગ દેશ માં આ દિવસ ની ઉજવણી શરૂ થયેલી..પણ સંયુક્ત રાષ્ટ્ર સંઘે સને 1975 સત્તાવાર માન્યતા આપી ને ત્યારબાદ આખી દુનિયા માં મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.1996 માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે પ્રથમ થીમ આપેલી..”અતીત નો ઉત્સવ’ભાવિ નું આયોજન”. મન માં ખાલી એટલો જ વિચાર આવે છે કે 1900 હોય કે 1909.1911..જો સ્ત્રીઓ ને પોતાના અધિકારો માટે લડત કરવી પડતી હોય અને સમાનતા ના હક્કો માટે માંગણીઓ કરવિ પડતી હોય તો શું આજે 2021 માં પરિસ્થિતિમાં બધું બરાબર થઈ ગયેલું તમને દેખાય છે..?..આજે પણ સ્ત્રી લડે જ છે.. દરેક ક્ષેત્રે…. આજના દિવસે સાવિત્રી બાઈ ફૂલે..રમાબાઈ રાનડે.. રાણી લક્ષ્મીબાઇ થી માંડી ને આજની પેઢી ની મેરી કોમ કે પછી સાઇના નેહવાલ..દરેક ને પોતાની આગવી ઓળખ ..પ્રતિભા અને વ્યકિત્વ સ્થાપવા સંઘર્ષ કરેલા જ છે..ને આવા અસંખ્ય ઉદાહરણો આપણે જોયેલા છે. આ તો માત્ર અમુક નામો છે.સફળતા માટે સંઘર્ષ અનિવાર્ય છે અને સંઘર્ષ વગર સફળતા મળતી નથી એ પણ સાચું છે..પરંતુ એક સ્ત્રી ની સાચી સફળતા અને પ્રગતિ ત્યારે જ સાચા અર્થ માં સાર્થક બને કે જ્યારે તેના પોતાના વિચારો ને અમલમાં મૂકવાની આઝાદી મળે.નિર્ણયો હમેશાં ક્યારેય સાચા પડતા નથી..પરંતુ જે ખોટા નિર્ણય ના લીધે સાચી સફળતા માટે ના માપદંડો નક્કી થાય છે તે લાજવાબ હોય છે.. સમાનતા ની વાતો તો ઘણીવાર એટલી હદે હાસ્યાસ્પદ લાગે જ્યારે આપણે ખાલી આકડાં ઓ વાંચીએ છીયે… ખાલી સ્ત્રી ભ્રુણ હત્યા ની વાત કરીએ તો યુનિસેફ નો એક તાજેતરમાં પ્રસિધ્ધ થયેલ અહેવાલ મુજબ ભારત માં પદ્ધતિસર ના લીંગભેદ ને લીધે આશરે 5 કરોડ મહિલાઓ ખોવાયેલ છે.એટલે ..જન્મ પહેલાં જ મૃત્યુ.. UN ના આંકડા જણાવે છે કે ભારતમાં દરરોજ ન જન્મેલી 2000 બાળકી ઓ ની હત્યા થાય છે. આ તો ખાલી ભૃણ હત્યા ના આકડાં ઓ છે.. બાકી દહેજ પીડિતા.. બળાત્કાર પીડિતા.. માનસિક અને શારીરિક ત્રાસ પીડીતાઓ ના આંકડાઓ વાંચી એ તો આ સ્ત્રી સમાનતા ની વાતો માત્ર પોકળ લાગે.. ઘણું બધું કહી શકાય..લખી શકાય..પણ આજના દિવસે જરૂર થી વિચારજો અને એક સંકલ્પ તો અવશ્ય લેજો…તમારા કુટુંબમાં માં રહેલી ભલે તે એક માં હોય દીકરી હોય પત્ની હોય કે કોઈ પણ સ્ત્રી કેમ ના હોય..તેનું આત્મસન્માન જળવાય અને તે પોતાના નિર્ણય તમને ખુલ્લા દિલ થી..મન થી.. જણાવી શકે..તેવું વાતાવરણ તો ઘર માં ઉભું કરજો જ..સ્ત્રી ને માત્ર સુંદરતા ની દ્રષ્ટિએ ન જોતા તેના કાર્ય ને બિરદાવજો…સ્ત્રી માટે હંમેશા સકરાત્મક વિચારો રાખજો..આજ સાચા અર્થ માં આજના દિવસ ની ઉજવણી છે. આજ ના દિવસે..તેને બીજી કોઈ ગિફ્ટ આપો કે ના આપો પણ આજના દિવસે તેને પોતાની જાત પર ગર્વ થાય તેવા બે વાક્યો અવશ્ય કહેજો….. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… ક્રિષ્ના બિશ્વાસ
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ