Nari Aawaj

News Website

જસદણ શહેરમાં “જસદણ સાઇકલ ક્લબ” દ્વારા સાયકલીંગ નું આયોજન કરવામાં આવેલ… …………………………………

Views: 126
0 0
Spread the love

Read Time:1 Minute, 48 Second

જસદણ શહેરમાં જસદણ સાઇકલ ક્લબ દ્વારા તારી-૦૭/૦૩/૨૦૨૧ ને રવિવારે “એન્જોય ધ સાયકલ રાઇડનું ૫ (પાંચ) કી.મી.નું આયોજન કરવામાં આવેલ. જેમાં ૮૦ જેટલા સાયકલ રાઇડર સ્પર્ધકોએ ભાગ લીધેલ. આ રાઈડીંગ જસદણના આટકોટ રોડ પર આવેલ ડોક્ટર હાઉસ – કોટડીયા હોસ્પિટલથી શરૂ કરીને ડુંગરપુર સુધી રાખેલ. આ સાયકલ રાઇડિગને લીલીઝંડી જસદણ પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.જે રાણા સાહેબ દ્વારા આપવામાં આવેલ સાયકલિંગ થતા ફાયદાઓ જણાવી સ્પર્ધકોનો ઉત્સાહ વધારેલ તેમજ વિવિધ ક્ષેત્રના રમતવીરો તેમજ જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રમાબેન મકવાણા, નગર પાલિકા સદસ્યશ્રી સોનલબેન વસાણી તેમજ પત્રકાર મિત્રો અને ડોકર્ટ્સ ઉપસ્થિત રહેલ અને દરેક રાઈડરોને ચા-કોફી-નાસ્તો જસદણ શહેરનું ડૉકટર હાઉસ-કોટડીયા હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલ અને જસદણ સાયકલ કલબની ટીમ દ્વારા દરેક રાઈડરોને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ અને જસદણ પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ કર્મચારીઓ અને કોટડીયા હોસ્પિટલ દ્વારા આ સાયકલ રાઇડિંગમાં પૂરતો સહયોગ આપવા બદલ જસદણ સાઇકલ ક્લબની ટીમ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ. આ સાયકલ રાઈડિંગ માટેનું મેનેજમેન્ટ જસદણના એડવોકેટ – પ્રકાશ પ્રજાપતી દ્વારા કરવામાં આવેલ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love