આ ટ્રેનીંગ શ્રીમતી સારીકા રાઠોડ દ્વારા આપવામાં આવેલ હતી જેમાં સેફવે કન્સેસન્સ કંપની ના પ્રોજેક્ટ મેનેજર શ્રી શોએબ ખાન, પ્લાઝા મેનેજર શ્રી રંજનકુમાર રાય ઉપસ્થિત રહ્યા હતા અને આ ટ્રેનીંગ નું ઉદઘાટન મોરબી જીલ્લા ડીવાયએસપી રાધીકા ભારાઇ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જીલ્લાના ૨૩૦ જેટલા પોલીસ સ્ટાફ ને કુલ ચાર સેસન માં ટ્રેનીંગ આપવામાં આવી હતી. આ ટ્રેનીંગ માં સૌ પ્રથમ ભારત દેશ માં દર વર્ષે થતા અક્સ્માત માં મ્રુત્યુ, અક્સ્માત માં થતા ઘાયલ લોકો ના અંક પર માહીતગાર કરાયા હતા ત્યારબાદ અક્સ્માત થાય ત્યારે સૌપ્રથમ શું પગલાં લેવા તે અંગે પ્રેક્ટીકલ કરી સમજાવવામાં આવ્યું હતું. જો કોઈ વ્યક્તિ નું હ્રદય કામ કરતા બંધ થઇ જાય તો સૌ પ્રથમ ઇમરજન્સી સેવા ૧૧૨ પર જાણ કરવી, કેટલા સમય માં અને કંઈ રીતે સી.પી.આર. આપવું, જો વ્યક્તિ નું લોહી વહી રહ્યું હોય તો તાત્કાલિક કેવી રીતે સારવાર આપવી એ અંગે પ્રેક્ટીકલ કરી સમજાવવામાં આવ્યું હતું તેમજ સેફવે કન્સેસન્સ કંપની દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ટ્રેનીંગ માં આવેલ પોલીસ સ્ટાફ ને ખાસ સર્ટિફિકેટ તેમજ ગીફ્ટ આપવામાં આવી હતી.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ