Nari Aawaj

News Website

*પુરૂષોપણ કમાવાની સાથે ઘરની જવાબદારી નિભાવશે તો મહિલા દિવસની ઉજવણી સાર્થક ગણાશે!!!*

Views: 130
0 0
Spread the love

Read Time:1 Minute, 12 Second

૮ માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સરકાર અને વિવિધ સંગઠનો દ્વારા મહિલા સશક્તિકરણ, મહિલા શિક્ષણ, મહિલાને આત્મનિર્ભર બનાવવા, જાતિય શોષણ અટકાવવા કે મહિલાને સ્વરકાણ આપવા જોરશોરથી ભાષણ કરવામાં આવેછે જયારે વર્ષોથી આ પરંપરા નિભાવવામાં આવે છે, તેમ છતાં મહિલાઓની સ્થિતિમાં કોઈ ફેર પડ્યો હોય તેવુ હાલ જોવામળતુ નથી ઘરની નબળી આર્થિક પરિસ્થિતિને લીધે મહિલાઓને આજે પણ મજૂરી કરવાની ફરજ પડે છે. સાથે સાથે ઘરની જવાબદારી પણ નિભાવવી પડે છે. મોટાભાગે પુરૂષો નોકરી-ધંધા સિવાય ઘરની અન્ય જવાબદારી નિભાવવામાં નાનમ અનુભવતા હોય છે. આથી મહિલાઓને તો ધર અને બહાર બંને રીતે ચક્કીની જેમ પિસાવવાનું જ હોય છે, જે દિવસે પુરૂષો પણ ઘરની જવાબદારી નિભાવતા થઈ જશે, ત્યારે જ મહિલા દિવસની ઉજવણી સાર્થક થઈ ગણાશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love