રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેનશ્રી યુ.ટી. દેસાઈ સાહેબ અને સેક્રેટરીશ્રી એચ.વી.જોટાણીયા સાહેબના માર્ગદર્શન નીચે જસદણ ન્યાયાલય ખાતે આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. જેમા જસદણ ન્યાયાલયના મહિલા કર્મચારીગણ તેમજ અન્ય મહિલાઓ બહેનો અને એડવોકેટ મિત્રો, કોર્ટ સ્ટાફગણ તેમજ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ પી.એન.નવીન સાહેબ તેમજ એડી.જ્યૂડી.મેજી.ફર્સ્ટ ક્લાસ એસ.એસ.જાની સાહેબ તેમજ કે.એમ.ચૌધરી મેડમ ઉપસ્થિત રહેલ. આ મહિલા દિવસના અનુસંધાને જસદણ ન્યાયાલયના એ.પી.પી. એવા કે.એમ.ચૌધરી મેડમ,જસદણ બાર એસો.ના સેકેટરીશ્રી-ભરતભાઇ અંબાણી સાહેબ તેમજ વાય.એન.દલાલ સાહેબે ખુબજ સરસ માહિતી આપેલ. આ કાર્યક્રમના અનુસંધાને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ પી.એન.નવીન સાહેબ તેમજ એડી.જ્યૂડી.મેજી.ફર્સ્ટ ક્લાસ-એસ.એસ.જાની સાહેબે ખૂબ જ સારી એવી બહેનોને લગતી કાયદાકીય માહિતી આપેલ. આ ઉપરાંત પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ પી.એન.નવીન સાહેબે જણાવેલ કે મહિલાઓ આ યુગમાં સૌથી આગળ છે અને મહિલાઓ સામાજિક, વ્યવહારિક,રાજકીય અને આર્થિક રીતે પણ પોતાના પરિવારના વિકાસમાં સહયોગ આપી રહી છે. આ કાર્યક્રમ કરવા બદલ જસદણ બાર એસોસિયેશનના પ્રેસિડન્ટ એવા માનનીય જે.કે.આચાર્ય સાહેબ,મિતુલભાઈ આચાર્ય, મોન્ટુભાઈ આચાર્ય, વી.એન.વાલાણી, બી.પી.ધાધલ, આર.એન.શેઠ, નદીમભાઈ, ભરતભાઇ સોલંકી, વિપુલભાઈ હતવાણી, રમેશભાઈ નાગાણી,મોહિતભાઈ, સુનિલભાઈ,અજયભાઈ, જયદેવભાઈ, નીતિનભાઈ, દાફડાભાઈ,મિતુલભાઈ ગઢવી,જયદીપભાઈ મહેતા,મધુબેન તોગાડીયા, વસીમભાઈ, જાગેશભાઈ મણિયાર,આર.એમ.પરમાર, રવિરાજભાઈ વેગડ, જે.ડી.રાઠોડ, વગેરે તેમજ જસદણ કોર્ટના તમામ એડવોકેટ મિત્રોએ આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો કાર્યક્રમ જસદણ ન્યાયાલયમાં કરવા બદલ અભિનંદન આપેલ. આ કાર્યક્રમનું સંચાલન જસદણ ન્યાયાલયના તાલુકા સેવા સમિતિ લીગલના પેનલ એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા કરવામાં આવેલ.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ