(એજન્સી) નવી દિલ્હી: ચતુર્વેદીએ સદનમાં કહ્યું કે, દેશમાં ૨૪ વર્ષ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સંસદના બજેટસત્રદરમિયાન મહિલા સાંસદોએ પોતાની વાત રજૂ કરી હતી. રાજ્યસભામાં કાર્યવાહીની શરૂઆત થઈ ત્યારે સૌથી પહેલા મહિલા દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તે સમયે ફરી એક વખત સદનમાં મહિલા આરક્ષણનો મુદ્દો ઉઠ્યો હતો. ખાસ વાત એ છે કે, હવે સદનમાં મહિલાઓને ફક્ત ૩૩ ટકા આરક્ષણ શા માટે આપવામાં આવે છે, ૫૦ટકા આરક્ષણ અપાવું જોઈએ તેવી માંગ કરાઈ હતી. શિવસેનાના રાજયસભાના સાંસદ પ્રિયંકા પહેલા મહિલાઓને ૩૩ ટકા આરક્ષણ આપવાની વાત થઈ હતી પરંતુ હવે ૩૩ ટકાને વધારીને ૫૦ટકા કરી દેવું જોઈએ. જ્યારે દેશમાં મહિલાઓની વસ્તી ૫૦ટકા છે તો મહિલાઓનું પ્રતિનિધિત્વ પણ ૫૦ ટકા હોવું જોઈએ.પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, લોકડાઉન દરમિયાન મહિલાઓ પરનું દબાણ ખૂબ વધ્યું છે જે ડોમેસ્ટિકથી લઈને માનસિક સુધીનું છે. આ સંજોગોમાં સદનમાં આ તમામ વિષયો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા થવી જોઈએ અને મહિલાઓને અધિકાર અપાવા જોઈએ.
*મહિલા દિવસે જ સંસદમાં મહિલાઓને ૫૦ ટકા આરક્ષણ આપવા માંગ ઊઠી*
Views: 106
Read Time:1 Minute, 27 Second



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ